________________
૯૫૪
આઠ પ્રકારના પ્રભાવકો જાપ, હોમ, વિધિપૂર્વક પૂર્વસેવા-ઉત્તરસેવા વડે જેને ઘણા વિદ્યાઓ અને મિત્રો સિદ્ધ થયા છે અને જે સંઘ વગેરેના કાર્યમાં કુશળ છે તે વિદ્યાવાન. વિદ્યાઓ રોહિણી વગેરે સોળ વિદ્યાદેવીઓથી અધિષ્ઠિત ૪૮,૦૦૦ જેટલી છે. મન્ટો સિદ્ધ, શાબર વગેરે પુરુષદેવતાથી અધિષ્ઠિત હોય છે. આ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે. (૩૫)
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ સંઘ, જિનાલય, જિનપ્રતિમા અને જિનાગમના કાર્ય કરનારા ચૂર્ણ, અંજન અને યોગથી જગતમાં જેને પ્રતિષ્ઠા મળી હોય તે સિદ્ધ. ચૂર્ણ સુવર્ણસિદ્ધિ વગેરેની ઉત્પત્તિને કરનારી ઔષધીઓના સમૂહથી થયેલ હોય છે. અંજન એ નિધિ બતાવવો, અદશ્ય કરવા વગેરેના કારણરૂપ આંખના આંજણ છે. યોગ સૌભાગ્યદૌર્ભાગ્યને કરનારા આકાશગમન વગેરેને સાધી આપનારા પગના લેપ વગેરે છે. આ ગાથાના પૂર્વાર્ધનો અર્થ છે.
સાતમું સિદ્ધપ્રભાવકનું લક્ષણ કહીને આઠમું કવિનું સ્વરૂપ ગાથાના ઉત્તરાર્ધથી કહે છે –
જે સિદ્ધાંતમાં વાસ્તવિક રીતે કહેલા ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ રૂપ પદાર્થોથી બનેલ શાસ્ત્રને ગદ્ય-પદ્ય રૂપે રચે છે, જેમાં સત્ય-અસત્, નિત્ય-અનિત્ય, અભિલાપ્ય-અનભિલાખ, અભિન્ન સામાન્ય-વિશેષ વાળી અનંત ધર્મવાળી વસ્તુનો નિશ્ચય છે એવા, કુનયો વિનાના, બધા નયોથી બનેલા અને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી યુક્ત એવા જિનશાસનને જે જાણે છે અને જે ચાર અનુયોગવાળા શાસ્ત્રની રચના કરે છે તે સુકવિ છે. રાજા વગેરેની ખુશામત કરનારા હંમેશા ખોટા ગુણોની પ્રશંસા કરનારા કુકવિઓ નરકમાં જ જાય છે. માટે સુકવિ કહ્યા. આ ગાથાના ઉત્તરાર્ધનો અર્થ છે. કવિપ્રભાવકના વિષયમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિની કથા છે. (૩૬). પ્રભાવકોનું વિશેષ સ્વરૂપ કહીને સામાન્ય લક્ષણ કહે છે –
આ બધા પ્રભાવકો છે. જેઓ જિનશાસનની પ્રશંસા કરાવનારા છે તે પણ પ્રભાવકો છે, કેમકે જૈનસિદ્ધાંતમાં આ પ્રભાવકો બીજી રીતે પણ કહ્યા છે. (૩૭)
તે પ્રભાવકોને જ વિશેષથી કહે છે -
જેની પાસે બીજા કરતા ચઢિયાતી એવી જંઘાચારણ, વિદ્યાચારણ, આશીવિષ, જલ્લૌષધિ, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન વગેરે લબ્ધિઓ હોય તે અતિશેષિતઋદ્ધિ, ધર્મકથી એટલે વ્યાખ્યાનની લબ્ધિવાળો, વાદી એટલે પરવાદીઓને જીતનારો, બારસો છત્રુ ગુણોથી અલંકૃત એવા આચાર્ય, ક્ષપક એટલે વિકૃષ્ટ તપ કરનારા, નૈમિત્તિક એટલે ત્રણ કાળને જ્ઞાનથી જાણનારો, વિદ્યાવાન એટલે જેને વિદ્યા અને મંત્ર સિદ્ધ થયા છે તે,