________________
અઠ્યાવીસ લબ્ધિઓ
૯૪૫
અણુત્વ એટલે જે લબ્ધિના કારણે અણુ જેટલું શરીર કરી એક નાનાછિદ્રમાં પણ પ્રવેશ કરી શકે અને ત્યાં ચક્રવર્તિના ભોગોને પણ ભોગવે.
મહત્ત્વલબ્ધિ એટલે મેરૂ પર્વતથી પણ મોટુ શરી૨ ક૨વાનું જે સામર્થ્ય તે.
વાયુથી પણ હલકુ શરીર કરવાનું જે સામર્થ્ય તે લઘુત્વ.
વજ્રથી પણ ભારે શરી૨ ક૨વાનું જે સામર્થ્ય તે ગુરુત્વ. તે શરીર પ્રકૃષ્ટબળવાળા ઇન્દ્ર વગેરેથી પણ ઉંચકવું દુઃસહ થાય છે.
પ્રાપ્તિલબ્ધિ એટલે જમીન પર જ રહીને આંગળીના અગ્રભાગવડે મેરૂપર્વત આગળ રહેલા સૂર્ય વગેરેને અડવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય તે.
પ્રાકામ્યલબ્ધિ એટલે પાણીમાં પણ જમીનની જેમ પ્રવેશવા અને ચાલવાની શક્તિવિશેષ તે તથા પાણીની જેમ જમીનમાં પણ ડુબકી લગાવીને નીકળવાની જે શક્તિ તે. ઇશિત્વ એટલે ત્રણ લોકની પ્રભુતા, તીર્થંકર, ઇન્દ્ર વગેરેની ઋદ્ધિ વિકુર્વવાની જે શક્તિ તે.
વશિત્વ એટલે સર્વ જીવને વશ કરવાની શક્તિ.
અપ્રતિઘાતિત્વલબ્ધિ એટલે પર્વતમાં પણ નિઃશંકપણે એટલે અટક્યા વગર ગતિ કરી
શકે તે.
અન્તર્ધાનલબ્ધિ એટલે અદશ્ય થવાની જે શક્તિ તે.
કામરૂપિત્વલબ્ધિ એટલે એકી સાથે વિવિધ પ્રકારના રૂપો વિકુર્તી શકે તે.
હવે ભવ્ય-અભવ્ય પુરુષો અને સ્ત્રીઓને જેટલી લબ્ધિઓ હોય છે, તે કહે છે. ભવિષ્યમાં જેઓને મુક્તિપદ મળવાનું છે તે ભવસિદ્ધિક કહેવાય, એટલે ભવ્ય કહેવાય. તે ભવ્ય પુરુષોને ઉપરોક્ત બધીયે લબ્ધિઓ હોઈ શકે છે. તથા ભવ્ય સ્ત્રીઓને જે લબ્ધિઓ નથી થતી તે આગળની ગાથામાં કહે છે. (૧૫૦૫)
ગાથાર્થ - ટીકાર્થ - અર્હત્, ચક્રવર્તિ, વાસુદેવ, બળદેવ, સંભિજ્ઞશ્રોતઃ, ચારણ, પૂર્વધર, ગણધર, પુલાક, આહા૨ક લબ્ધિ. આ દસ લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને હોતી નથી. બાકીની અઢાર લબ્ધિ ભવ્ય સ્ત્રીઓને હોય છે. એમ ઉપલક્ષણથી જણાય છે.
જેમ મલ્લિનાથસ્વામિને સ્ત્રીપણામાં જે તીર્થંકરપણું હતું, તે આશ્ચર્યરૂપ હોવાથી ન
ગણાય.