________________
અઠ્યાવીસ લબ્ધિઓ
૯૪૧ ટીકાર્ય - સંભિન્નશ્રોતોલબ્ધિ - જે શરીરના બધાયે દેશ એટલે અવયવવડે સાંભળી શકે, તે સંભિન્નશ્રોતા કહેવાય. અથવા જે શબ્દ વગેરે સર્વે વિષયોને બધાયે શ્રોતો એટલે ઇન્દ્રિયોવડે જાણી શકે એટલે કોઈપણ એક જ ઇન્દ્રિયવડે બીજી ઇન્દ્રિયવડે જાણવા યોગ્ય વિષયોને જાણી શકે, તે સંભિન્નશ્રોતોલબ્ધિમાન કહેવાય.
અથવા બાર યોજનાના વિસ્તારમાં રહેલા ચક્રવર્તિના સૈન્યમાં વાગતા વાજિંત્રોના સમૂહને અથવા એક સાથે વગાડાતા ઢોલ વગેરેના અવાજને ભિન્ન-ભિન્ન લક્ષણ અને વિધાનપૂર્વક પરસ્પર જુદા-જુદા લોકસમૂહમાંથી ઉત્પન્ન થયેલા અથવા શંખ, કાહલા, ભેરી એટલે નગારા, ભાણ, ઢક્કા વગેરે વાજિંત્રના અવાજને એકી સાથે જ અને ઘણા શબ્દોને જે સાંભળી શકે અને તેનો નિર્ણય કરી શકે, તે સંભિન્નશ્રોતોલબ્ધિમાન કહેવાય છે. (૧૪૯૮)
ગાથાર્થ - ઋજુ એટલે સામાન્ય, તન્માત્રને ગ્રહણ કરનારું જે મન:પર્યવજ્ઞાન, જે પ્રાયઃ કરી વિશેષ રહિત છે. જેમકે ઘડાને ચિંતવેલ છે - એમ જાણી શકે. વસ્તુના વિશેષને ગ્રહણ કરનારું જે જ્ઞાન અને તેને ગ્રહણ કરનારી જે વિપુલબુદ્ધિ તે વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કહેવાય. અર્થાત્ ઘટને પર્યાયો સાથે જાણી શકે છે. (૧૪૯૯-૧૫૦૦)
ટીકાર્ય - ઋજુમતિલબ્ધિ :- ઋજુ એટલે સામાન્ય, વસ્તુમાત્રને ગ્રહણ કરનારી મતિ એટલે જ્ઞાન તે ઋજુમતિમનપર્યવજ્ઞાન કહેવાય. તે ઋજુમતિ મોટે ભાગે વિશેષ રહિતપણે એટલે દેશ-કાળ વગેરે અનેક પર્યાયો વગર બીજાવડે ચિંતવાયેલ ઘડામાત્રને જાણી શકે છે.
વિપુલમતિલબ્ધિ - ઘડા વગેરે વસ્તુઓના દેશ, ક્ષેત્ર, કાળ વગેરે વિશેષોના માન એટલે સંખ્યાને જાણી શકે, તે વિપુલને ગ્રહણ કરનારી જે બુદ્ધિ એટલે જ્ઞાન તે વિપુલમતિમન:પર્યવજ્ઞાન કહેવાય. આ જ્ઞાન બીજાએ ચિંતવેલ ઘડાને પ્રસંગાનુસાર સેંકડો પર્યાય યુક્ત જાણી શકે છે. જેમકે આ ઘડો સોનાનો, પાટલિપુત્ર નગરનો, નવો અદ્યતન, મોટા ઓરડામાં રહેલો, વગેરે ઘણા વિશેષોથી વિશિષ્ટ ઘડાને બીજાએ વિચારેલ જાણી શકે છે. આનો ભાવ એ છે કે,
મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ૧. ઋજુમતિ અને ૨. વિપુલમતિ. તેમાં જે સામાન્ય ઘડા વગેરે વસ્તુમાત્રને વિચારવામાં પ્રવૃત્ત થયેલ મનના પરિણામને ગ્રહણ કરનાર, કંઈક અવિશુદ્ધતર, મનુષ્યક્ષેત્ર એટલે અઢીદ્વીપમાં અઢી આંગળ ઓછું, એટલા ક્ષેત્રમાં રહેલા વિષયનું જે જ્ઞાન, તે ઋજુમતિલબ્ધિ છે. સેંકડો પર્યાયો સહિત ઘડા વગેરે વસ્તુઓના વિશેષ ચિંતનમાં પ્રવૃત્ત થયેલ મનોદ્રવ્યને ગ્રહણ કરનાર, સ્પષ્ટ અને સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર વિષયક જે જ્ઞાન, તે વિપુલમતિલબ્ધિ છે. (૧૪૯૯-૧૫૦૦)
ગાથાર્થ – આશી એટલે દાઢા. તેમાં જે રહેલ મહાઝેર, તે આશીવિષ કહેવાય. તે ઝેર