________________
૯૪૦
અઠ્યાવીસ લબ્ધિઓ હવે અહીં કેટલીક લબ્ધિઓની ક્રમસર વ્યાખ્યા જણાવે છે, તેમાં પ્રથમ આમાઁષધિ વગેરે પાંચ લબ્ધિઓની વ્યાખ્યા કરે છે –
ગાથાર્થ - સંસ્પર્શન એટલે સ્પર્શ કરવો, તે આમર્શ કહેવાય છે. પેશાબ અને વિષ્ઠા તે વિખુષ કહેવાય છે. બીજા વિડુ એટલે વિષ્ઠા અને પ્ર એટલે પેશાબ કહે છે. આ બે તથા બીજા પણ અવયવો સુગંધી અને રોગોને શમાવવા સમર્થ હોય તે.
ટીકાર્થ - આમઔષધિલબ્ધિ - સ્પર્શ કરવો, તે આમર્શ કહેવાય છે. તે સ્પર્શ જ ઔષધિરૂપે જેમને હોય એટલે જેમનો સ્પર્શ ઔષધિરૂપે પરિણમેલો હોય તે આમશૌષધિ કહેવાય. એટલે જેઓ હાથ વગેરે અવયવોના સ્પર્શ માત્રથી જ વિવિધ રોગો દૂર કરવા સમર્થ હોય, તેવા સાધુઓ લબ્ધિ અને લબ્ધિવંતના અભેદ ઉપચારથી આમાઁષધિરૂપે કહેવાય છે. આનો ભાવ એ છે કે, જેના પ્રભાવથી પોતાના હાથ, પગ વગેરે અવયવોના સ્પર્શમાત્રથી જ પોતાના તેમજ બીજાના બધાયે રોગો દૂર થાય, તે આમાઁષધિલબ્ધિ કહેવાય છે.
વિપુડુ-ખેલ-જલ-સર્વોષધિલબ્ધિ - પેશાબ અને વિઝાના વિપુષ એટલે અવયવો, વિમુડ કહેવાય છે. પેશાબ અને વિષ્ઠાના અવયવો જ અહીં વિમુડ઼ કહેવાય છે. બીજા આચાર્યો વિડ઼ એટલે વિષ્ઠા અને પ્ર એટલે પેશાબ કહે છે.
વિષ્ઠા તથા પેશાબ-એ અને બીજા પણ શ્લેષ્મ, મેલ, વાળ, નખ વગેરે ઘણા અને બધા અવયવો, જે સાધુઓના સુગંધી હોય અને રોગોને શમાવવા સમર્થ હોય, તો સાધુ તે ઔષધિની લબ્ધિવાળા કહેવાય છે. જેમકે વિપુડૌષધિ, ખેલૌષધિ, જલ્લૌષધિ, કેશૌષધિ, નખૌષધિ વગેરે ઔષધિ તથા સર્વોષધિવાળા સાધુઓ કહેવાય છે. આનો ભાવ એ છે કે,
જે સાધુના પ્રભાવથી એમની વિઝા તથા પેશાબનો થોડો પણ અંશ સુગંધી હોય અને રોગ સમૂહનો નાશ કરવા સમર્થ થાય, તે વિમુડૌષધિ તથા ખેલ એ શ્લેષ્મ, નાકનો મેલ, જલ્લ એટલે શરીરનો મેલ, કાન, મોટું, નાક, આંખ, જીભ વગેરેનો જે મેલ તે જલ્લ કહેવાય. આ ખેલ અને જલ્લના પ્રભાવથી બધા રોગો દૂર થાય અને સુગંધી બને તે ખેલૌષધિ અને જલ્લૌષધિ કહેવાય. તથા જેના પ્રભાવથી વિષ્ઠા, પેશાબ, વાળ, નખ વગેરે બધાયે અવયવો એકઠા થઈ બધે ઔષધરૂપે અને સુગંધીરૂપે પરિણમે તે સર્વોષધિ. (૧૪૯૬૧૪૯૭)
ગાથાર્થ - જે સર્વશ્રોતો એટલે કાંણાઓવડે બધુંયે સાંભળી શકે અને બધો વિષય જાણી શકે તથા એક સાથે સાંભળેલા શબ્દોને ભિન્ન-ભિન્નસ્વરૂપે જાણી શકે તે સંભિન્નશ્રોતો લબ્ધિ. (૧૪૯૮)