________________
૯૧૪
નવપ્રકારની કોટિ પરંધાવતા નથી, ૬ રાંધનારાની અનુમોદના કરતા નથી, ૭ખરીદતા નથી, ૮ ખરીદાવતા નથી અને ૯ ખરીદનારાની અનુમોદના કરતા નથી. ગાથાસહસ્ત્રીમાં કહ્યું છે –
જે સાધુ હણે નહીં, હણાવે નહીં, હણનારાની અનુમોદના ન કરે, રાંધે નહીં, રંધાવે નહીં, રાંધનારાની અનુમોદના ન કરે, ખરીદે નહીં, ખરીદાવે નહીં, ખરીદનારાની અનુમોદના ન કરે તેનું તે નવ કોટિથી વિશુદ્ધ છે. (૪૦૦, ૪૦૧) દશવૈકાલિકસૂત્રની નિયુક્તિમાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે –
ગાથાર્થ - સંપૂર્ણ પિÖષણા સંક્ષેપથી નવ કોટિઓમાં અવતરે છે - હણે નહીં, રાંધે નહીં, ખરીદે નહીં, કરાવવા અને અનુમોદવા વડે નવ કોટિ થાય છે. (૨૪)
ટીકાર્ય - ઉદ્ગમ વગેરે ભેદોવાળી સંપૂર્ણ પિષણા સંક્ષેપથી નવ કોટિઓમાં અવતરે છે. તે નવ કોટિઓ આ પ્રમાણે છે – સ્વયં હણે નહીં, રાંધે નહીં, ખરીદે નહીં, તથા બીજા પાસે હણાવે નહીં, રંધાવે નહીં, ખરીદાવે નહીં, તથા હણતા કે રાંધતા કે ખરીદતા બીજાની અનુમોદના ન કરે - આમ નવ કોટિ થાય. આ જ કહે છે – કરાવવા અને અનુમોદવા વડે નવ કોટિ થાય છે. (૪૦)
ગુરુ આ નવ કોટિથી વિશુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરે છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ એવા ગુરુ જિનશાસનના દુશ્મનોને જીતે. (૨૯)
આમ અઠ્યાવીસમી છત્રીસી સમાપ્ત થઈ.
|+ fધતામા ત્ર , સમત્ત વેદવિ પુ0ાનોur . तं हारवेइ मूढो, लोइयतित्थेसु वच्चंतो ॥
કોઈક રીતે પુણ્યયોગે ચિંતામણિ જેવું સમ્યકત્વ મળ્યું. મૂઢ જીવ લૌકિક તીર્થોમાં જઈને તેને હારી જાય છે. सो परमप्पाणं वि य, पाडेइ दुरुत्तरम्म संसारे । मिच्छत्तकारणाई, जाव न वज्जेइ दूरेणं ॥
જ્યાં સુધી જીવ મિથ્યાત્વના કારણોને દૂરથી વર્જતો નથી ત્યાં સુધી તે બીજાને અને પોતાને દુઃખેથી પાર ઊતરી શકાય એવા સંસારમાં પાડે છે.