SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યાવીસમી છત્રીસી હવે સત્યાવીસમી છત્રીસી કહે છે - શબ્દાર્થ - પાંચ વેદિકાઓથી વિશુદ્ધ, છ દોષોથી રહિત, પચીસ પ્રકારનું પડિલેહણ કરનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૭) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પડિલેહણ કરનારે વેદિકાદોષો વર્ષવા. તે પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે - ૧ ઊર્ધ્વવેદિકા, ૨ અધોવેદિકા, ૩ તિર્યંન્વેદિકા, ૪ ઉભયવેદિકા અને ૫ એકવેદિકા. ઉત્તરાધ્યયનસૂત્રની દીપિકામાં કહ્યું છે – “વેદિકાના પાંચ ભેદો છે – ૧ ઊર્ધ્વવેદિકા, ૨ અધોવેદિકા, ૩ તિર્યંન્વેદિકા, ૪ ઉભયવેદિકા અને ૫ એકવેદિકા. ૧ ઊર્ધ્વવેદિકા તે છે જેમાં બન્ને ઢીંચણોની ઉપર બે હાથ રાખવા. ર અધોવેદિકા તે છે જેમાં બન્ને ઢીંચણોની નીચે બે હાથ રાખવા. ૩ તિર્યંન્વેદિકા તે છે જેમાં તીરછા હાથ રાખીને પડિલેહણ કરવું. ૪ ઉભયવેદિકા તે છે જેમાં બન્ને ઢીંચણોની બહાર બન્ને હાથોને રાખવા. ૫ એકવેદિકા તે છે જેમાં એક ઢીંચણ બે હાથની વચ્ચે રખાય અને બીજો ઢીંચણ બહાર રખાય. (૨૬/૨૬) ગુરુ આ પાંચ વેદિકાદોષોથી વિશુદ્ધ એવું પડિલેહણ કરે છે. પડિલેહણ કરનારાએ આરભટા વગેરે છ દોષો પણ વર્જવા. તે આ પ્રમાણે જાણવા - ૧ આરભટાદોષ, ૨ સમ્માર્ઘદોષ, ૩ મોસલીદોષ, ૪ પ્રસ્ફોટનાદોષ, ૫ વિક્ષિપ્તદોષ અને ૬ વેદિકાદોષ. ઓઘનિર્યુક્તિમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે - આરટા પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) ન કરવું, સંમ પ્રત્યુપેક્ષણ (પડિલેહણ) ન કરવું, ત્રીજી મોરલી વર્જવી, ચોથી પ્રસ્ફોટના, પાંચમી વિક્ષિતા, છઠ્ઠી વેદિકા વર્જવી. (૨૬૭) આ દ્વારગાથા છે. હવે ભાષ્યકાર દરેક પદની વ્યાખ્યા કરે છે. તેમાં પહેલા અવયવની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે –
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy