SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ પ્રકારની વિરાધના મન:પર્યાયજ્ઞાન પણ સારું નથી. દર્શન અને જ્ઞાનની પ્રવૃત્તિ સમયના ભેદથી થતી હોવાથી એક સમયમાં કેવળજ્ઞાન નથી. તેથી કેવલજ્ઞાન પણ સારું નથી. નિહ્નવ એટલે અપલાપ, એટલે બીજા પાસે ભણ્યો હોય અને બીજાનું નામ કહેવું. ‘(બધા શાસ્ત્રોમાં) કાયો અને વ્રતો તે જ છે, તે જ પ્રમાદ અને અપ્રમાદ છે. મોક્ષના અધિકારીઓને જ્યોતિષશાસ્ત્ર અને યોનિશાસ્રથી શું કામ છે વગેરે અતિ-આશાતના છે. ઝઘડો, અસઝાય વગેરે વડે અંતરાય કરે છે. અકાળે સ્વાધ્યાય કરવો વગેરે વડે જ્ઞાનનો વિસંવાદ યોગ થાય છે. દર્શન એટલે સમ્યગ્દર્શન. તેની વિરાધના તે દર્શન-વિરાધના. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.) દર્શનવિરાધના પણ એ જ રીતે પાંચ પ્રકારની છે. તેમાં દર્શન પ્રત્યે દુશ્મનાવટભર્યું વર્તન ‘ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા શ્રેણિક મહારાજા વગેરે નરકમાં ગયા.’ એવી નિંદાથી થાય છે. નિર્ભવ દર્શનપ્રભાવનીય શાસ્ત્રોની અપેક્ષાએ પહેલાની જેમ જાણવો. ‘આ ઝઘડો કરાવનારા શાસ્ત્રો વડે શું ફાયદો ?' એ અતિઆશાતના છે. અંતરાય પૂર્વેની જેમ. શંકા વગેરેથી દર્શનનો વિસંવાદ યોગ થાય છે. ચારિત્રનો અર્થ પૂર્વે કહ્યો છે. તેની વિરાધના તે ચારિત્રવિરાધના. તે વ્રત વગેરેના ખંડનરૂપ છે. તેનાથી (થયેલ અતિચારથી હું પાછો ફરું છું.)’ ૭૬૬ ગુરુ આ ત્રણ વિરાધનાઓને પ્રયત્નપૂર્વક વર્તે છે. આમ છત્રીસ ગુણોથી સમૃદ્ધ ગુરુ જગત ઉપર ઉપકાર વરસાવો. (૨૧) આમ વીસમી છત્રીસી પૂર્ણ થઈ. + रूवमसासयमेयं, विज्जुलयाचंचल जए जीयं । संझाणुरागसरिसं, खणरमणीयं च तारुण्णम् ॥ આ રૂપ શાશ્વત નથી, જગતમાં જીવન વિજળીની લતાની જેમ ચંચળ છે, સન્માના રંગની જેમ જુવાની ક્ષણ માટે સુંદર છે. 1+ गयकन्नचंचलाओ, लच्छीओ तियसचावसारिच्छं । विसयसुहं जीवाणं, बुज्झसु रे जीव ! मा मुज्झ ॥ લક્ષ્મીઓ હાથીના કાન જેવી ચંચળ છે, જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે. હે જીવ તું બોધ પામ, તું મોહ ન પામ.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy