SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ અકલ્પષક આ પરાભિપ્રાપ્રાયની આશંકા કરીને એનું સમાધાન આપે છે કે – ગાથાર્થ - નગ્ન, મુંડ, દીર્ઘરોમનખવાળા, મૈથુનથી ઉપશાંત સાધુને વિભૂષાવડે શું છે? (૬/૬૪) ટીકાર્ય - નગ્ન બે રીતે ગણાય. જે જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરે, એ કુચેલવાળો કહેવાય, આવો સાધુ કુચેલવાળો હોવા છતાં ઉપચારથી નગ્ન ગણાય. જ્યારે ઉપચાર વિના, ખરેખર નગ્ન તરીકે જિનકલ્પિક લેવાય. આ પ્રમાણે આ સૂત્ર સ્થવિરકલ્પી અને જિનકલ્પી બંને માટે સામાન્યસૂત્ર છે. (માત્ર જિનકલ્પી વગેરેને જ લાગુ પડતું સૂત્ર ન સમજવું.) મુંડ પણ બે રીતે - દ્રવ્યથી અને ભાવથી. (કેશાદિલુંચનથી દ્રવ્યમુંડ અને કષાયનિરોધથી ભાવમુંડ...). દીર્ઘરોમનખવાળો – બગલવગેરેમાં મોટી રૂંવાટીવાળો અને હાથ વગેરેમાં મોટા નખવાળો...આવો જિનકલ્પિક જ હોય. સ્થવિરકલ્પિકને તો પ્રમાણસર જ નખો હોય. નખો એટલા જ માપના હોય કે જેથી અંધકારમાં પણ અન્ય સાધુના શરીર ઉપર ન લાગે. (સાધુ અંધકારમાં કશું ન દેખાવાથી હાથ લંબાવી એના દ્વારા ધીમે ધીમે આગળ વધે. હવે જો હાથમાં મોટા નખ હોય અને આગળ સાધુ ઊભો હોય તો અંધારામાં એ હાથના નખ સાધુના શરીરને વાગી જાય. આવું ન થાય એ માટે સ્થવિરકલ્પી પ્રમાણસર નખ રાખે કે જે આ રીતે પણ સાધુને વાગે નહિ..દીર્ઘરોમમાટે ભેદ નથી પાડ્યો એટલે કક્ષાદિમાં દીર્ઘરોમ બંનેને સંભવી શકે એમ લાગે છે.) તથા મૈથુનથી અટકી ચૂકેલા સાધુને વિભૂષાવડે શું કામ છે? કંઈ જ કામ નથી. (૬/૬૪) (સટીક દશવૈકાલિકસૂત્રના મુનિશ્રી ગુણહંસવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર) ગુરુ આ અકલ્પ વગેરે છને વર્જે છે. આમ છત્રીસ ગુણોરૂપી કિરણોવાળા ગુરુ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરો. (૧૩) આમ બારમી છત્રીસી પૂર્ણ થઈ. + यद्यस्मादत्यसम्भाव्यं कदापि स्यात्ततोऽपि तत् । पश्य पण्याङ्गना कोशा मुनि मार्गे न्यवेशयत् ॥ જે વાત જેના થકી જરાય સંભવતી ન હોય ક્યારેક તેનાથી તે વાત થઈ જાય. જુઓ કોશા વેશ્યાએ મુનિને માર્ગમાં સ્થાપિત કર્યા.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy