________________
૫૫૮
દસ પ્રકારનો વિનય ૩૦. સચિત્ત દ્રવ્યોનો ત્યાગ ન કરવો. ૩૧. અચિત્તદ્રવ્યોનો ત્યાગ ન કરવો. ૩૨. ઉત્તરાસંગ (ખેસ, દશવાળુ અખંડ વસ્ત્ર) ન રાખવું. ૩૩. પ્રભુના દર્શન થતા અંજલી ન કરવી. ૩૪. રિદ્ધિ હોવા છતાં પૂજા ન કરવી. ૩૫. ખરાબ પુષ્પો વગેરેથી પૂજા કરવી. ૩૬. અનાદર કરવો. ૩૭. પ્રભુ પ્રત્યે ખરાબ આચરણ કરનારનું નિવારણ ન કરવું. ૩૮. દેવદ્રવ્યની ઉપેક્ષા કરવી. ૩૯. સામર્થ્ય હોવા છતાં દેવદ્રવ્યની રક્ષા ન કરવી, અથવા
જિનશાસનની હલના ન અટકાવવી.
૪૦. ભણવું. જિનાલય વગેરેમાં રહેલાની આ ચાલીસ આશાતનાઓ છે. તેમને વર્જવી.
ઉત્કૃષ્ટથી ચોર્યાસી આશાતનાઓ આ પ્રમાણે છે – જિનાલયમાં ૧. મોઢાનું શ્લેષ્મ એટલે કફના ગળફા નાંખે.
૨. ક્રિીડા કરે. ૩. વચનથી ઝઘડો કરે. ૪. અખાડાની જેમ ધનુષ્ય, બાણ વગેરે કળાઓ શીખે. ૫. કોગળા કરે. ૬. મુખવાસ ખાય. ૭. તાંબુલ ખાઈને પાનની પીચકારી ત્યાં ફેંકે. ૮. જકાર, યકાર, મકાર વગેરેની ગાળો બોલે. ૯. ઝાડો (વડીનીતિ), પેશાબ (લઘુનીતિ) કરે. ૧૦. શરીરને નવડાવે-ધોવડાવે. ૧૧. દાઢી, મૂછ, માથાની હજામત કરાવે. ૧૨. હાથ-પગના નખ કોતરાવે.