________________
૫૫૫
દસ પ્રકારનો વિનય
પાંચ પ્રકારનો ધર્મ - પાંચ મહાવ્રત. છ પ્રકારનો ધર્મ – છ કાયની રક્ષા કરવા રૂપ. સાત પ્રકારનો ધર્મ - સાત પ્રકારના નય. આઠ પ્રકારનો ધર્મ - આઠ પ્રવચન માતાઓ. નવ પ્રકારનો ધર્મ - નવ તત્ત્વો. દસ પ્રકારનો ધર્મ – ક્ષમા વગેરે સદ્ગુણોરૂપ.” આવા ભેદવાળો ધર્મ એટલે ચારિત્રધર્મ.
(૬) સાધુસમુદાય - મોક્ષમાર્ગને સાથે તે સાધુઓ. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે કારણથી સાધુઓ મોક્ષસાધક યોગોને સાધે છે અને બધા જીવોને વિષે સમાન છે તે કારણથી તેમને ભાવસાધુ કહેવાય છે. (૧)' સાધુઓનો સમૂહ તે સાધુસમુદાય. સાધુસમુદાય એટલે ચારિત્રધર્મનો આધાર, એટલે ચારિત્રધર્મના ભારને સહન કરનારા.
(૭) આચાર્ય - પાંચ પ્રકારના આચારને આચરે કે પ્રગટ કરે તે આચાર્યો. શાસ્ત્રમાં કહ્યું છે કે, “આચાર્યો પાંચ પ્રકારના આચારને આચરે છે, કહે છે અને બતાવે છે. તેથી તેઓ આચાર્યો કહેવાય છે. (૧)
(૮) ઉપાધ્યાય - જેમની પાસે આવીને સૂત્ર ભણાય તે ઉપાધ્યાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, જિનેશ્વર ભગવંતે કહેલ બાર અંગોને વિદ્વાનોએ સ્વાધ્યાય કહ્યો છે. જે કારણથી ઉપાધ્યાયો તેનો ઉપદેશ આપે છે તેથી ઉપાધ્યાય કહેવાય છે. (૧)”
આચાર્ય અને ઉપાધ્યાયનું વિશેષણ કહે છે – આચાર્યો અને ઉપાધ્યાયો જિનશાસનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વિશેષ ગુણોની આરાધનાથી યુક્ત છે. આચાર્યો અને ઉપાધ્યાયોથી જ જિનશાસન પ્રવર્તે છે. કહ્યું છે કે, “જિનેશ્વર ભગવંતો ક્યારેય મોક્ષમાર્ગ બતાવીને મોક્ષે ગયા. હાલ આચાર્યો વડે સંપૂર્ણ જિનશાસન ધારણ કરાય છે. (૧)
(૯) પ્રવચન - પ્રવચન એટલે સંપૂર્ણ ચતુર્વિધ શ્રમણપ્રધાન સંઘ.
(૧૦) દર્શન - અહીં જિનશાસનમાં શાસ્ત્રજ્ઞો દર્શન એટલે ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔપશમિક વગેરે સમ્યકત્વ એમ કહે છે.
આ પૂર્વે કહેલા અરિહંત વગેરે દશનો આ રીતે અવશ્ય વિનય કરવો. (૧૮, ૧૯, ૨૦) તે વિનયનું સ્વરૂપ કેવું છે અને તેનું ફળ શું છે? એ ચાર ગાથાઓથી કહે છે.