SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ દસ પ્રકારનો વિનય લાંબા કાળથી આઠ પ્રકારના કર્મરૂપ રજ તેના આત્મા પર બંધાયેલી હતી, તે બાળી નંખાઈ હોવાથી સિદ્ધનું સિદ્ધપણું થાય છે. (૧)” જો કે કર્મસિદ્ધ, શિલ્યસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ, કર્મક્ષયસિદ્ધ વગેરે - સિદ્ધો છે છતાં પણ અહીં તેમને લેવાના નથી. એટલે જ બધા કર્મોનો ક્ષય થવાથી ફરીથી સંસારમાં ન આવવા રૂપે જેઓ મોલમાં ગયા છે તે સિદ્ધ અહીં લેવા. તે સિદ્ધો પણ પંદર પ્રકારના છે. શાસ્ત્રમાં કહ્યું છે – “જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહીલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંસંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ અને અનેકસિદ્ધ - એમ સિદ્ધના ૧૫ પ્રકાર છે.” (૩) પ્રતિમા - પ્રતિમાઓ એટલે ચૈત્યો એટલે ઊર્ધ્વલોક, તિચ્છલોક અને અધોલોકમાં રહેલ, શાશ્વત-અશાશ્વત જિનાલયોમાં પ્રતિષ્ઠિત થયેલ, તીર્થંકરની મૂર્તિઓ શાશ્વતપ્રતિમાઓની સંખ્યા આ પ્રમાણે છે- “દેવોમાં (ઊર્ધ્વલોકમાં) ૧,૫૨,૯૪,૪૪, ૭૬૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૧) જ્યોતિષ સિવાયના તિસ્કૃલોકમાં શાશ્વત જિનપ્રતિમાની સંખ્યા આ પ્રમાણે છે – ૩,૯૧,૩૨૦. (૨) ભવનપતિમાં (અધોલોકમાં) ૧૩,૮૯,૬૦,૦૦૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૩) બધી મળીને ચૌદ રાજલોકમાં ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વત જિનપ્રતિમાઓ છે. (૪) અશાશ્વત જિનપ્રતિમાઓ તો શ્રીભરત ચક્રવર્તી વગેરેએ કરાવેલી છે. ગ્રન્થનો ગૌરવ થવાના ભયથી દરેક સ્થાનમાં રહેલ અશાશ્વત જિનપ્રતિમાઓ કહી નથી. (૪) શ્રુત - શ્રુત એટલે સામાયિક વગેરે. તે ચાર પ્રકારે છે - સમ્યક્તસામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિસામાયિક અને સર્વવિરતિસામાયિક. તેમાં સમ્યકત્વસામાયિક એટલે ઔપથમિકસમ્યકત્વ વગેરે સમ્યકત્વની પ્રાપ્તિ. શ્રુતસામાયિક જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદથી બે પ્રકારનું છે (i) જઘન્ય શ્રુતસામાયિક આઠ પ્રવચનમાતાને ભણવારૂપ છે. (i) ઉત્કૃષ્ટ શ્રુતસામાયિક બાર અંગોને ભણવારૂપ છે. દેશવિરતિસામાયિક ગૃહસ્થના બાર વ્રતોના પાલનરૂપ છે. સર્વવિરતિસામાયિક એટલે બધા પાપવ્યાપારોનો ત્યાગ. (૫) ધર્મ - ધર્મ એકથી માંડીને દસ સુધીનાં ભેદવાળો છે. કહ્યું છે કે, “એક પ્રકારનો ધર્મ - દયા. બે પ્રકારનો ધર્મ - જ્ઞાન, ક્રિયા. ત્રણ પ્રકારનો ધર્મ - જ્ઞાન, દર્શન, ચારિત્ર. ચાર પ્રકારનો ધર્મ - દાન, શીલ, તપ, ભાવ.
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy