SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૧ દસ પ્રકારનો વિનય “જે કારણથી ચાર ગતિરૂપ સંસારના મોક્ષ માટે આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તે કારણથી જ્ઞાનવાળા એવા તીર્થકરો અને ગણધરો વિનય એમ કહે છે. (૪૦૨)” વિનય વિષયના ભેદથી દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ અરિહંતનો, ૨ સિદ્ધનો, ૩ ચૈત્યનો, ૪ શ્રુતનો, ૫ ધર્મનો, ૬ સાધુઓના સમૂહનો, ૭ આચાર્યનો, ૮ ઉપાધ્યાયનો, ૯ પ્રવચનનો અને ૧૦ દર્શનનો. હરિભદ્રસૂરિજીએ રચેલ સમ્યકત્વસપ્તતિમાં અને સંઘતિલકઆચાર્યએ રચેલ તેની વૃત્તિમાં કહ્યું છે - ત્રીજુ વિનયદ્વાર કહે છે – અરિહંતોને વિષે, સિદ્ધોને વિષે, ચૈત્યોને વિષે, શ્રતને વિષે, ધર્મને વિષે, સાધુસમુદાયને વિષે, આચાર્યોને વિષે, ઉપાધ્યાયોને વિષે, પ્રવચનને વિષે અને દર્શનને વિષે – આમ વિનય દસ પ્રકારનો છે. મૂળગાથામાં નરહંત, સિદ્ધ, વેફર, માયરિય – આ પદોમાં વિભક્તિનો લોપ થયો છે. ૩ કારો સમુચ્ચય એટલે પદોને ભેગા કરવા માટે છે. જેનાથી જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનું કર્મ દૂર થાય કે નાશ થાય તે વિનય - આવી આગમની વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે, “જે કારણથી ચાર ગતિરૂપ છેડાવાળા સંસારમાંથી છૂટવા માટે આઠ પ્રકારના કર્મને દૂર કરે છે તે કારણથી જેમનો સંસાર નાશ પામ્યો છે એવા સર્વજ્ઞ ભગવંતો વિનય એ પ્રમાણે કહે છે. તે વિનય દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય - એમ પાંચ પ્રકારનો છે. કહ્યું છે કે, “દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિકવિનય - મોક્ષમાટે આ પાંચ પ્રકારનો વિનય જાણવા યોગ્ય છે. (૧) (૧) દર્શનવિનય દ્રવ્ય-ક્ષેત્ર-કાળની અને તેમના બધા પર્યાયોની શાસ્ત્રમાં કહેલ નીતિ પ્રમાણે શ્રદ્ધા કરનારને દર્શનવિનય હોય છે, અર્થાત્ શાસ્ત્રમાં જે દ્રવ્ય વગેરેનું જેવું સ્વરૂપ બતાવ્યું હોય તે દ્રવ્ય વગેરેના તેવા સ્વરૂપની શ્રદ્ધા કરવી તે દર્શનવિનય છે. (૨) જ્ઞાનવિનય પ્રતિક્ષણ જ્ઞાનનો અભ્યાસ કરનારને અને શાસ્ત્રમાં કહ્યા મુજબ જ સંયમના બધા કર્તવ્યો કરનારને જ્ઞાનવિનય હોય છે. (૩) ચારિત્રવિનયજિનાજ્ઞા પ્રમાણે ચારિત્રનું પાલન કરનારને ચારિત્રવિનય હોય છે. (૪) તપવિનયજિનાજ્ઞા પ્રમાણે તપ કરનારાંને તપવિનય હોય છે. (૨) (૫) ઔપચારિકવિનય-ગુરુ વગેરેની સાથે વ્યવહાર કરવામાં જે વિનય કરવામાં આવે છે. તે સંક્ષેપથી બે પ્રકારનો છે – (i) પ્રતિરૂપયોગયોજનવિનય - પ્રતિરૂપ એટલે ઉચિત. મન-વચન-કાયા એ ત્રણ યોગો છે. યોજન એટલે યથાસ્થાન કાર્યમાં જોડવા. ઉચિત એવા મન-વચન-કાયારૂપ યોગોને યથાસ્થાને કાર્યમાં જોડવા તે પ્રતિરૂપયોગયોજનવિનય છે. (ii) અનાશાતનાવિનયઆશાતના ન કરવા રૂપ વિના તે અનાશાતનાવિનય. (૩) પ્રતિરૂપવિનયના કાયિક,
SR No.022276
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages410
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy