________________
સંસ્કૃત ભાષાને નહીં જાણનારા સામાન્ય જનો પણ આ ગ્રંથના પદાર્થોથી અજ્ઞાત ન રહે અને તેમને સમજીને ગુરુબહુમાનની વૃદ્ધિ કરી શકે એવા પવિત્ર આશયથી આ સંપૂર્ણ વૃત્તિનો સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ પણ રચ્યો છે. ઘણા અવતરણોના ભાવાનુવાદ જે અન્ય મહાત્માઓએ રચ્યા છે તેટલો ભાગ તે તે ભાવાનુવાદોમાંથી સાભાર ઉદ્ધત કરીને પ્રસ્તુત ભાવાનુવાદમાં ટાંક્યો છે. બાકીનો બધો ભાવાનુવાદ મેં કર્યો છે.
આ ગ્રંથ ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહ્યો છે જેની વિગત નીચે મુજબ છે –
વિભાગ
ગાથા
પહેલો
- છત્રીસી ૧લી થી ૬ઠ્ઠી ૭મી થી ૨૩મી ૨૪મી થી ૩૬મી
બીજો
૧લી થી ૭મી ૮મી થી ૨૪મી ૨૫મી થી ૪૦મી
ત્રીજો
આ પહેલો ભાગ છે. દરેક પાના પર ઉપર તે તે પાનામાં આવતા વિષયો લખ્યા છે. દરેક ભાગમાં શરૂઆતમાં વિસ્તૃત વિષયાનુક્રમ મૂક્યો છે. તેથી તે તે પદાર્થો કયા પાને છે? તે સહેલાઈથી શોધી શકાય છે.
ત્રીજા ભાગને અંતે પાંચ પરિશિષ્ટો મૂક્યા છે. પહેલા પરિશિષ્ટમાં મૂળગ્રંથની ગાથાઓની સૂચિ મૂકી છે. બીજા પરિશિષ્ટમાં મૂળગ્રંથની ગાથાઓની અકારાદિક્રમે સૂચિ મૂકી છે. ત્રીજા પરિશિષ્ટમાં પ્રેમીયા વૃત્તિમાં આવતા અવતરણોની સૂચિ છે. ચોથા પરિશિષ્ટમાં તે અવતરણોના મૂળગ્રંથોની સૂચિ છે. પાંચમા પરિશિષ્ટમાં જે અન્ય ભાવાનુવાદોમાંથી થોડા ભાગો ઉદ્ધત કર્યા છે તે ભાવાનુવાદોની સૂચિ છે.
આ ગ્રંથ અનેક પદાર્થોથી ભરપૂર છે. આ ગ્રંથના વારંવાર પરિશીલનથી તે પદાર્થોનો વિશદ બોધ થાય છે અને તે પદાર્થો રૂઢ થઈ જાય છે.
આ ગ્રંથમાં ગુરુની ગરિમા વર્ણવી છે. આ ગ્રંથના અભ્યાસ દ્વારા ગુરુની ગરિમાને જાણીને તેમના પ્રત્યે અજોડ બહુમાન પ્રગટ કરીને ભવ્ય જીવો શીધ્ર પરમપદને વરે એજ શુભેચ્છા.
આ ગ્રંથના રચના-સંકલન-સંપાદનમાં કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને વિદ્વાનોને તે સુધારવા માટે વિનંતિ કરું છું. જામનગર,
- પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ જેઠ વદ ૧૩,
આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી વિ.સં. ૨૦૭૦,
મહારાજાનો શિષ્યાણ બુધવાર.
મુનિ રત્નબોધિ વિજય