________________
६
તસ્મૈ શ્રીગુરવે નમઃ
એક માણસ જન્મથી આંધળો હતો. દેખાતું ન હોવાના કારણે ડગલે ને પગલે તેને ઠોકરો ખાવી પડતી. તેની સ્થિતિ ખૂબ જ દયનીય હતી.
એકવાર તેને એક કાબેલ વૈદ્ય મળી ગયા. તેમણે તેને એક અંજન આપ્યું. તે અંજન આંખમાં આંજતા જ તે જન્માંધ દેખતો થઈ ગયો. તેના આનંદનો અવિધ ન રહ્યો. તેનો અંધાપો કાયમ માટે જતો રહ્યો. તે કાયમ માટે સુખી થઈ ગયો. તેનું ઠોકરો ખાવાનું બંધ થઈ ગયું. હવે તેની પરાધીનતા દૂર થઈ ગઈ.
આપણને પણ અનંતકાળથી અજ્ઞાનનો અંધાપો લાગ્યો છે. તેથી આપણને સાચુ જ્ઞાન થતું નથી. તેથી આપણે સંસારમાં ભટકવું પડે છે. આપણી પરિસ્થિતિ ખૂબ જ દયાપાત્ર બની જાય છે.
ગુરુભગવંત કાબેલ વૈદ્ય જેવા છે. તેઓ જ્ઞાનનું અંજન આપણને આપે છે. તે જ્ઞાનાંજન આપણે આપણા આત્મા ઉપર આંજવાનું છે. તેનાથી આપણો અજ્ઞાનનો અંધાપો દૂર થઈ જાય છે. આપણું સંસારમાં ભટકવાનું સ્થગિત થઈ જાય છે. આપણી પરાધીનતા દૂર થઈ જાય છે. આપણા આનંદનો અવિધ રહેતો નથી. આપણે કાયમ માટે સુખી થઈ જઈએ છીએ.
જ્ઞાન એ જ સુખ અને અજ્ઞાન એ જ દુઃખ.
ગુરુ જ્ઞાન આપી આપણું અજ્ઞાન દૂર કરે છે. તેઓ આપણું દુઃખ દૂર કરી આપણને સુખી કરે છે.
આમ આપણા જીવનમાં ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ગુરુનું માહાત્મ્ય પણ અચિંત્ય છે. ગુરુના ગુણો પણ અપરંપાર છે.
આપણે હજી ગુરુના મહિમાને સમજ્યા નથી. તેથી જ ગુરુ પ્રત્યે ઉત્કટ ભક્તિબહુમાન આપણા જીવનમાં પ્રગટ્યા નથી. ક્યારેક ગુરુની અવગણના અને આશાતના પણ આપણે કરી બેસીએ છીએ.
ગુરુની અવગણના-આશાતના ટાળવા અને તેમના પ્રત્યે ભક્તિ-બહુમાન પ્રગટ કરવા ગુરુના મહિમાને સમજવો જરૂરી છે. તે માટે ગુરુના ગુણોને જાણવા જરૂરી છે. ગુરુના ગુણોને સમજાવવા શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે ‘ગુરુગુણષશિષત્રિશિકાકુલક’ નામના આ કુલકની રચના કરી છે. ૪૦ ગાથાના આ કુલકની રચના પ્રાકૃત ભાષામાં થઈ છે. આ કુલકમાં ગ્રંથકારશ્રીએ ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ બતાવી