________________
ચાર પ્રકારની બુદ્ધિ
૪૧૧
તેણે કહ્યું - ‘કેમ ?’ તે બોલ્યો – ‘ત્યારે તેં મારા ખાતરની પ્રશંસા ન કરી માટે.’ તે બોલ્યો – ‘આ વાત સાચી છે. જે જે કર્મના અભ્યાસમાં હંમેશા તત્પર હોય છે તે તે વિષયમાં પ્રકર્ષવાળો થાય છે. તેમાં હું જ દૃષ્ટાંત છું. તે આ પ્રમાણે - જો તું કહે તો હાથમાં રહેલા આ બધા મગના દાણાને ઊંધા નાંખું અથવા સીધા નાંખું અથવા આડા નાંખું.' તેથી વધુ આશ્ચર્યચકિત મનવાળો તે બોલ્યો – ‘બધા મગને ઊંધા નાંખો.' જમીન ઉપર કપડું પાથર્યું. તેણે બધા મગ ઊંધા પાડ્યા. ચોરને ઘણું આશ્ચર્ય થયું. તેણે તેની કુશળતાની વારંવાર ‘અહો વિજ્ઞાન, અહો વિજ્ઞાન' એમ કહીને પ્રશંસા કરી. ચોર બોલ્યો - ‘જો ઊંધા ન પડ્યા હોત તો અવશ્ય હું તને મારી નાંખત.’ આ ખેડુતની અને ચોરની કર્મજા બુદ્ધિ. (૭૦)
બાળપણમાં રહેલા એવા પણ વજસ્વામીએ માતાને અવગણીને સંઘનું બહુમાન કર્યું તે પારિણામિકી બુદ્ધિ છે. (૭૩)’
+
+
+
ગુરુ ચાર પ્રકારની બુદ્ધિઓથી સમૃદ્ધ હોય છે.
આમ છત્રીસ ગુણોના સમૂહથી શોભિત ગુરુ અજેય થાઓ. (૭) આમ છઠ્ઠી છત્રીસી સમાપ્ત થઈ.
लब्भइ सुरसामित्तं, लब्भइ पहुअत्तणं न संदेहो । इक्कं नवरि न लब्भइ, दुल्लहं रयणसम्मत्तं ॥
દેવોનું માલિકપણું મળે, અધિપતિપણું મળે એમાં સંદેહ નથી, પણ એક ન મળે – દુર્લભ એવું સમ્યરત્ન.
पयमक्खरं पि इक्कं, जो न रोएइ सुत्तनिद्दिद्वं ।
सेसं रोयंतो वि हु, मिच्छद्दिट्ठी जमालि व्व ॥ દુ,
સૂત્રમાં કહેલ એક પદ કે અક્ષરની પણ જે શ્રદ્ધા નથી કરતો તે બાકીનું બધું ય શ્રદ્ધા કરતો હોવા છતાં પણ જમાલીની જેમ મિથ્યાદષ્ટિ છે.
धन्ना ताण नमो ते चिय चिरजीविणो बुहा ते उ ।
जं निरइयारमेयं धरंति सम्मत्तवररयणं ॥
જેઓ અતિચારરહિત સમ્યક્ત્વરૂપી શ્રેષ્ઠ રત્નને ધારણ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે, તેમને નમસ્કાર થાઓ, તેઓ લાંબુ જીવનારા છે અને તેઓ પંડિત છે.