________________
+
+
+
+
+
+
+
१६
રે ઝીવ ! મુખ્ય મા મુા, મા પમાય પ્તિ રે પાવ ! ।
किं परलोए गुरुदुक्ख भायणं होहिसि अयाण ! ॥
હે જીવ! તું બોધ પામ. તું મોહ ન પામીશ. હે પાપી ! તું પ્રમાદ ન કરીશ. હે અજ્ઞાની ! શું તારે પરલોકમાં અસહ્ય દુઃખોનું ભાજન બનવું છે ?
बुज्झसु रे जीव तुमं, मा मुज्झसु जिणमयंमि नाऊणं ।
નન્હા મુળવિ સા, સામળી લુછી નીવ ! ॥
હે જીવ ! તું બોધ પામ. મહાતા૨ક જિનશાસન પામીને તું વિષયો વગેરેમાં મોહ ન પામ, કારણ કે મનુષ્યભવ અને જિનશાસન - આ ધર્મસામગ્રી ફરી મળવી અતિદુર્લભ છે. दुलो पुण जिणधम्मो, तुमं पमायायरो सुहेसी य ।
दुसहं च नरयदुक्खं, कह होहिसि तं न याणामो ॥
હે જીવ ! જિનેશ્વર ભગવાનનો ધર્મ દુર્લભ છે. તું પ્રમાદનો આદર કરનારો અને સુખનો અભિલાષી છે. વિષયોના ભોગથી મળનારું નરકનું દુઃખ દુઃખેથી સહન થાય એવું છે. તેથી તારું શું થશે ? તે અમે જાણતા નથી.
अथिरेण थिरो समलेण, निम्मलो परवसेण साहीणो ।
देहेण जइ विढप्पड़, धम्मो ता किं न पज्जत्तं ॥
હે જીવ ! અસ્થિર, મલીન અને પરાધીન એવા શરીરથી સ્થિર, નિર્મળ અને સ્વાધીન એવા ધર્મની આરાધના કરી શકાય છે, તો તું શું નથી પામ્યો ? બધુ પામ્યો છે. તો પ્રમાદ શા માટે કરે છે ?
जिणधम्मोऽयं जीवाणं, अपुव्वो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥
આ જિનધર્મ જીવો માટે અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે, કેમકે આ જિનધર્મ સ્વર્ગ અને મોક્ષના સુખોરૂપી ફળો આપે છે.
धम्म बंधू सुमित्तोय, धम्मो य परमो गुरू । मुक्खमग्गपट्टणं, धम्मो परमसंदणो ॥
જિનધર્મ શ્રેષ્ઠ ભાઈ છે, સારો મિત્ર છે અને શ્રેષ્ઠ ગુરુ છે. મોક્ષ માર્ગે આગળ વધનારા આત્માઓ માટે જિનધર્મ શ્રેષ્ઠ રથ છે.
चउगइणंतदुहानल-पलित्तभवकाणणे महाभीमे । सेवसु रे जीव ! तुमं जिणवयणं, अमियकुंडसमं ॥
હે જીવ ! ચાર ગતિના અનંત દુઃખો રૂપી દાવાનળથી ભડકે બળતા સંસારરૂપી મહાભયંકર જંગલમાં રક્ષણ માટે તું અમૃતના કુંડ સમાન જિનવચનનું પાલન કર.