SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વાધિરાજ-પર્યુષણ-મહાપર્વ મોજાં અને તેથી ધસી આવતા બરફના પર્વત શિયાળાને કડવે ઝેરી બનાવી મૂકે છે ઉનાળો ફળફળાદિને આપનારા મધુર સ્વાદથી પ્રિય બને છે, પણ એને અંગારા જેવો તાપ સળગાવી મૂકે છે. ઋતુની સુંદરતાથી ચોમાસું ઓપે છે, પણ બીજી જ પળે કુદરતના ગાંડા તફાને ચોમાસાની મધુરતાને પાયમાલ કરી શકે છે અને તે સમયે હિમાલય કે આગ્સ જેવા પર્વત પણ કડવાં ઝેર બને છે !! શું ત્યારે એ પર્વતની ગિરિમાળાની શાંતિથીએ વધારે સુંદર, અખંડ શાંતિથી યુક્ત એ કઈ સુંદર ગિરિરાજ છે?, હા. જૈન શાસન એ જગતના સર્વ દુઃખ સંકટો અને યત્રણથી દૂર એવા મક્ષસ્થાનરૂ૫ અતિ સુંદર ગિરિરાજને ચરણે, પ્રત્યેક ભવ્ય આત્માને પહોંચાડી શકે છે, પણ એ ગિરિરાજને સર કરવાને માટે ત્રણ પગથીઓ ચઢવાનાં છે અને એજ કઠીન ઘટના છે. આ જીવ જગતના સર્વ પદાર્થો ઉપર જે પ્રેમ રાખે છે, તે જ પ્રેમ નિગ્રંથ પ્રવચન અને અને જેન શાસન પ્રત્યે રાખવાની ભૂમિકાને જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે એ ગિરિરાજનું પ્રથમ પગથીઉં ચઢી ચૂકેલે છે તે જીવ જગતના સર્વ પદાર્થોને ભલે પ્રિય ગણતે હોય, પણ જગતના સર્વ પદાર્થો કરતાં જૈન શાસનને જે દિવસે અધિક પ્રેમથી હાવા માંડે છે, ત્યારે તે ગિરિરાજનું બીજુ પગથી ચઢી ચૂકેલે છે. અને એ જીવ જ્યારથી જગતના દ્રષ્ટિગોચર અને અદૃષ્ય એવાં સર્વ પદાર્થોને મહારાજાના જાલીમ જુલમગારો અને અનુચરો છે, એવું માનીને એક શાસનને જ પરમ શાંતિ આપનારું અને અત્યંત પ્રિય ગણવા માંડે છે, ત્યારે તે એ ગિરિરાજનું ત્રીજું પગથીયું ચઢે છે. એ ત્રણ પગથીઆ જે ચઢે છે તેને જ માટે મેક્ષગિરિ ઉપર ચઢવાને મને હર માર્ગ ખુલ્લો થાય છે, અને જેને એ ત્રણે પગથી ચઢવાની ખરેખરી ભાવના છે, તે જ માણસમાં– ઝળઝળતુ જન હૃદયરહેલું છે; અન્યમાં રહેલા હૃદય, તે હૃદય નથી; પણ માંસના ચાદિ માત્ર છે. ૧૯પર્વાધિરાજ-પપણુ-મહાપર્વ. આસોપકારી ચરમતીર્થકર પ્રભુ મહાવીરદેવને આજે ૨૪૭૫ વર્ષ ઉપરાંત થઈ ગયાં છે, છતાં એ લોકોત્તર-વિશિષ્ટ-વ્યકિતના વિસ્તારપૂર્વક જીવનરહો , પ્રગટપ્રભાવિ પ્રભુ પાર્શ્વનાથાદિ ત્રેવીસ તીર્થકરોના ઝળહળતાં જીવન, અને એજ જીવન-રહસ્યોને ઝીલનારા અનેક મહાત્માઓના મહાન જીવન પ્રસંગોના પૂનિત વારિપ્રવાહો સમસ્ત જૈન સમાજને પવન કરે છે; કર્યા છે, અને કરશે એ નિર્વિવાદ છે; અને તેનું જ નિયત શ્રવણ જેમાં થાય છે તેજ આ પર્યુષણ પર્વ છે ! ! ! પાપ પ્રક્ષાલન કરવા માટે, પુણ્યભંડાર ભરવા માટે, સંવરની સુંદર સરિતામાં નિમજજન કરવા માટે, અને નિજ રાતા નિર્મલ ઝરણાં કરાવવા માટે, આ પૂનિત દિવસે પરમ મહર્ષિઓએ નિયત કર્યા છે, અને તેનું જ નામ પયુષણ પર્વમય અષ્ટાદિકા છે એ સર્વ કઈ સારી રીતે સમજે છે. શાસ્ત્રકારોએ સૂચન કરેલા વિધાન મુજબ ભવ્યાત્માઓ જે ત્રિકરણ મેગે આ આઠ દિવસમાં કમ્મર કસે, મહરાજની સામે ધસે, અને ઇષ્ટ સિદ્ધ કરવાને યથાશકિત ઉદ્યમ કરે તે જરૂર પર્યુષણ પર્વની આરાધના ફળવંતી બને તેમાં શંકાને સ્થાન જ નથી ! ! !
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy