SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ માર્ગના પૂજારીઓ મનુષ્ય વિગેરેને જમીનસ્ત કરનાર તે જીવન પ્રવાહ નહિ, પણ પ્રચંડ પ્રલયકાળ છે તેવી રીતે આત્મિકશારિરિક, અને આર્થિક-શકિતને વ્યય કરીને વધારે અને વર્તમાનમાં વૃદ્ધિ પામતે વિદ્યાભ્યાસ–પણ વિવેક અને વિશુદ્ધ વર્તનથી વિમુખ રહેલો હોય તે તે વાસ્તવિક વિદ્યાભ્યાસ નથી, પણ વગર નોતરેલ વિનાશકાળ છે!!! જગપ્રસિદ્ધિ પામેલ વિવિધ-વિધાઓ, વિશાળ-વિનાને, અને કેડે-કળાઓનું વિશિષ્ટ-જ્ઞાન પ્રાપ્ત કરનારાઓ, અને અપ્રસિદ્ધ એવા યંત્ર મંત્ર અને તંત્રના અનેકવિધ પ્રયોગોના તીર્ણ જ્ઞાનમાં નિષ્ણાત થયેલાઓ, પણ વિવેક અને વર્તનથી વિમુખ થઇને કહેબાજ કેળવાયેલા કહેવાતા હોય, તોપણ ડગલે અને પગલે પરાજયની પરંપરા પામ્યા, પામે છે; અને પામશે તે સર્વને અનુભવ ગમ્ય છે. જે સુખની પાછળ દુઃખ ડોકીયા કરે–તે–સુખ નહીં પણ દુઃખ, જે યશની પાછળ અપયશ: આંટા મારે એ-યશઃ નહીં પણ અપયશ:, જે ઉદયની પાછળ અસ્તની અણધારી આફત ઉભરાય તે ઉદય નહિ પણ અસ્ત, તેવી જ રીતે જે વિજયની પાછળ વગર વિજ બે પરાજયનાં નેતા પગલાં પધારે એ વિજય નહી પણ પરાજય, માટે વસ્તુતઃ વિજય વરમાળને વરવાની ઈચ્છાવાળા–વિધાભ્યાસિઓએ વીતરાગ પ્રણિત વિવેકી વર્તનની પ્રાથમિક પ્રાપ્તિથી પરિસમાપ્તિ સુધી તદનુસાર પરિશીલનને, અને સંરક્ષણને ઉચ્ચ હદમાં મુકવા જોઈએ; કે જે પ્રભુમાર્ગ પ્રણિત વિવેક અને વર્તનદ્વારા વિજયની વિવિધ પરંપરાઓને પ્રાપ્ત કરીને સર્વદા સર્વત્ર સ્થાને અખલિતપણે વિજયના વધામણથી અખિલ વિશ્વને વશીકરણ કરે. - વિદ્વાન–વસુધામાં વિશદ્ધ વિવેક વાયરથી વાસિત થયેલાઓ, અને વિશુધ્ધ વૉનના વારિ પ્રવાહથી વિમળ થયેલાઓ જીવનને જીવી જાણનારા-પુણ્યાત્માઓની આજે પણ પ્રભુ શાસનના સમર્થ સંચાલકો શાસ્ત્રમાં સુવર્ણક્ષરે નોંધ લે છે. ૧૬-પ્રભુ માર્ગના પૂજારીએ!!! પ્રભુ માર્ગના પૂજારીઓ સત્યયના ભોગે શાંતિને ઈચ્છતાજ નથી !!! પ્રભુ માર્ગના પૂજારીએ શાંતિના ભોગે પણ સત્યની સેવામાં સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે ! પ્રભુ માર્ગના પૂજારીઓની હરકોઈ પ્રવૃત્તિ આગમ-વિરૂધ્ધ ન જ હેય !!! પ્રભુ માર્ગના પૂજારીઓ આગમને અવલંબીનેજ શાસનને અભ્યદય ઇચ્છે છે ! ! ! . પ્રભુ માર્ગના પૂજારીએ પરમાતુ-કુમારપાળની કાર્યદક્ષતા, વસ્તુપાળના વર્તનની વિશિષ્ટતા; અને પરમ વિદુષી–મયણાસુંદરીની બૈર્યતાનું અનુકરણ કરવાને આજે પણ ખડે પગે તૈયાર છે ! ! ! પ્રભુ માર્ગના પૂજારીઓ પ્રભુ માર્ગને પિષક હોય, પણ શેષક તે ન જ હોય. પ્રભુ માર્ગના પૂજારીઓએ આગમ અનુસાર સેવા કરનાર સેંકડોની શાસ્ત્રોમાં સુવર્ણાક્ષરે નેધ લીધી છે.
SR No.022271
Book TitleAnand Chandra Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherSiddhchakra Sahitya Pracharak Samiti
Publication Year
Total Pages196
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy