________________
(૨૯).
એમ સમજીને તપશુદ્ધિ, આચારશુદ્ધિ, ક્રિયાશુદ્ધિ અને એ બધાંના આલબને ગશુદ્ધિ સાધવી; અપ્રમાદ એ જ જીવન એવી પરિણતિમાં સદા રમવું અને અપ્રમત્તતાને જીવનરસને સ્થાયીભાવ સ્થાપ-આ બધું તો કેઈક પુણ્યવતને જ સાધ્ય હોય છે. શ્રી વિજયસૂરિજી મહારાજની જીવનશુદ્ધિનો જેને સાક્ષાત્કાર થયો છે તે બરાબર સમજી શકે છે કે તેઓનું જીવન આ બધી બાબતોથી સર્વથા સમૃદ્ધ હતું અને તેથી જ તેઓ યથાર્થપણે ભાવાચાર્ય બની ગયા હતા. ભાવાચાર્યની લાયકાતે ગણાવી જવી એ એક વાત છે, અને તેને જીવી જાણવી એ અલગ વસ્તુ છે. લાયકાત ગણાવતાં રહીને પિતાનામાં તે હવાની ભ્રમણ જન્માવી લેકવંચના અને આત્મવંચના કરનારાઓનો કયારેય તેટો પડયે નથી; ત્યારે તે લાયકાતોને જીવનસાત્ બનાવી સાધનાનું મૂગું બળ સજીને નિજ જીવનને અને પિતાના અસ્તિત્વ થકી સંઘ-સમાજને ધન્ય બનાવનારા પૂજામાં શ્રીઉદયસૂરિજી મહારાજનું નામ આગલી હરોળમાં નિઃસંદેહ મૂકી શકાય.
એમનું જીવન શાસ્ત્રપૂત, એમની વાણી શાસ્ત્રપૂત, એમનું આચરણ પણ શાસ્ત્રપૂત શાસ્ત્રની આજ્ઞાને ઝાંખપ લગાડે તેવી એક પણ ચેષ્ટા પિતાના હાથે થાય નહિ, તેની સતત જાગૃતિ એ તેમનું જીવનલક્ષ્ય હતું.
જિનશાસન એટલે આત્મહિતલક્ષી ધર્મશાસન. એ મળ્યા પછી પાપને અને ભવને ભય વધે અને ઇન્દ્રિયની–વિષયેની રમણતા માટે તેને અવતાર પ્રમાણ. શ્રીવિજયસૂરિજી મહારાજે પોતાને આ અવતાર આ અર્થમાં પૂર્ણતઃ સફળ બનાવ્યું. પોતાની ભવભીરુતા અને ગીતાર્થતા અને વાત્સલ્ય માટે ગઈ પેઢીના જે કેટલાક મહાપુરુષો ખૂબ વિખ્યાત છે તેમની નામાવલીમાં શ્રીઉદયસૂરિજી મહારાજનું નામ મોખરે છે. ક્ષણે ક્ષણે એવા સજાગ કે એકાદ અક્ષર કે શબ્દ પણ મેંમાંથી પ્રમાદવશ કે અનુપયેગવશ એ ન નીકળે કે જેથી દોષ લાગે, કર્મ બંધાય બલકે કઈ વરિષ્ઠ પદસ્થ સાધુના મુખે પણ જે પ્રમત્ત વાણુપ્રગ થતો સાંભળે તે તેમને પણ તેમના મોભા પ્રમાણે પ્રાયશ્ચિત આપી શિખામણ આપતાં ખચાય નહિ.
વાત્સલ્ય એવું અગાધ કે બાળ કે વૃદ્ધ કે ગ્લાન આદિ સાધુની સારવાર કરી-કરાવી તેને સંયમમાં સ્થિર કરવા માટે કે પ્રોત્સાહિત કરવા માટે તેને પોતાના વાત્સલ્યમાં તરબોળ કરી મૂકે. એમની આંખમાં અને હદયમાં વાત્સલ્યનાં જે અમીઝરણું વહેતાં અનુભવ્યાં છે, તેનું એકાદું ટીપું પણ આજે તે અલભ્યપ્રાય છે.
પાછલી વયે તેઓની આંખે વેલ થવાને કારણે તેજ ગુમાવી બેઠેલી. તેથી જોઈ શકતા નહિ. કયાંય જવું હોય તે કેઈક દોરી જાય તો જ જઈ શકાય, ને વાંચવાનું તો રહ્યું જે નહિ. કેઈ સંભળાવે તે સાંભળવાનું. પરંતુ એ સ્થિતિને રંજ કે સંતાપ તે નહિ જ, બલકે એ વર્ષોમાં પણ જ્યારે જુઓ ત્યારે જોનારને લાગે કે તેઓ ઊંઘે છે, પણ વાસ્તવમાં તેઓ શાસ્ત્ર સ્વાધ્યાય અને જપયોગમાં જ લીન હોય. ઘણી વખત ગમે તે વખતે અચાનક જઈને પૂછ્યું છેઃ સાહેબ! શું કરે છે? ત્યારે કાં તે વાણીથી ને કાંતે આંગળીના વેઢા દેખાડવારૂપે એકજ જવાબ સાંભળે છેઃ ગણું છું; સ્વાધ્યાય ચાલે છે.