________________
५७० मद्यविषयप्रमादौ
योगसारः ५/४१ तत्र मद्यं मदिरा, उपलक्षणाद् व्यसनमपि । मदिरा चित्तं नाशयति । उक्तञ्चाष्टकप्रकरणे'मद्यं पुनः प्रमादाङ्गं, तथा सच्चित्तनाशनम् । सन्धानदोषवत्तत्र, न दोष इति साहसम् ॥१९/१॥' मदिरामत्ता धर्मं कर्तुं नोत्सहन्ते । मद्यपाने बहवो दोषाः । उक्तञ्च'वैरूप्यं व्याधिपिण्डः स्वजनपरिभवः कार्यकालातिपातो, विद्वेषो ज्ञाननाशः स्मृतिमतिहरणं विप्रयोगश्च सद्भिः । पारुष्यं नीचसेवा कुलबलतुलनाधर्मकामार्थहानिः, कष्टं भोः षोडशैते निरुपचयकरा मद्यपानस्य दोषाः ॥' व्यसनेष्वासक्ता अपि धर्मार्थं नोद्यच्छन्ति । ते व्यसनानि त्यक्तुं न शक्नुवन्ति । व्यसनानां त्यागो दुष्करः । विषयाः પવિધા:, તથા–શ-રૂપ-રસ-~-સ્પર્શા: વિષયાનાં સ્વરૂપ શિત પ્ર૬િ તૃતીયप्रस्तावषष्ठश्लोकवृत्तौ । विषया आपातरम्याः परिणामदुःखाः । उक्तञ्च पञ्चवस्तुके श्रीहरिभद्रसूरिसूत्रिते - 'विसया य दुक्खरूवा, चिंतायासबहुदुक्खसंजणणा । माइंदजालसरिसा, किंवागफलोवमा पावा ॥८७९॥' (छाया- विषयाश्च दुःखरूपाः, (૭૩)” તેમાં મદ્ય એટલે દારૂ અથવા વ્યસન. દારૂ ચિત્તનો નાશ કરે છે. અષ્ટકપ્રકરણમાં કહ્યું છે, “મદિરા એ પ્રમાદનું અંગ છે અને સારા ચિત્તનો નાશ કરનાર છે. જલમિશ્રિત ઘણા દ્રવ્યોને રાખવા રૂપ સંધાનમાં જીવોત્પત્તિ વગેરે જે દોષો છે તે મદિરામાં છે. મદિરામાં દોષ નથી એમ કહેવું એ ધિઢાઈ છે. (૧૯૧)' દારૂના નશાવાળા જીવો ધર્મ કરવા માટે ઉત્સાહિત થતાં નથી. મદિરાપાનમાં ઘણા દોષો છે. કહ્યું છે કે, “શરીરનું બેડોળપણું, વ્યાધિવાળું શરીર, સ્વજનથી પરાભવ થવો, સમયસર કાર્ય ન થવું, વિશેષ દ્વેષ, જ્ઞાનનાશ, સ્મરણ કરનાર મતિનો નાશ, સજ્જનોનો વિયોગ, કઠોરતા, નીચ મનુષ્યોની સેવા, કુળહાનિ, બળહાનિ, ઘરના મોભાની હાનિ, ધર્મહાનિ, કામહાનિ, ધનહાનિ - મદિરાપાનના કષ્ટકારી અને હાનિ કરનારા આ સોળ દોષો છે. વ્યસનમાં સપડાયેલા જીવો પણ ધર્મ માટે ઉદ્યમ કરતાં નથી. તેઓ વ્યસનોને છોડી શકતાં નથી. વ્યસનોને છોડવા મુશ્કેલ છે. વિષયો પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે – શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. વિષયોનું સ્વરૂપ પૂર્વે ત્રીજા પ્રસ્તાવના છઠ્ઠા શ્લોકની વૃત્તિમાં બતાવ્યું છે. વિષયો શરૂઆતમાં સુંદર લાગે છે અને પરિણામે દુઃખરૂપ છે. શ્રીહરિભદ્રસૂરિજીરચિત પંચવસ્તકમાં કહ્યું છે, “વિષયો દુઃખરૂપ છે, ચિંતા-મહેનત-બહુ દુઃખને પેદા કરનારા છે, માયાની ઇન્દ્રજાળ જેવા છે, કિંપાકના ફળ જેવા છે અને પાપી છે. (૮૭૯)