________________
योगसारः ५/२७,२८
विद्येव प्रव्रज्या साध्या
५२७
सहिष्यसे तर्हि तव सर्वदुःखक्षयो भविष्यति । तत आयतौ त्वं दीर्घकालं यावदतीव सुखी भविष्यसि। ततो व्रतकष्टानि न दुःखरूपाणि परन्तु सुखरूपाण्येव । अतः संयमकष्टैस्त्वं विषादं मा कुरु। संयमकष्टैस्तव काऽपि हानिर्न भविष्यति । प्रत्युत तेषां सहनेन तव लाभ एव भविष्यति । लाभकारिण आगमे तु प्रमुदितव्यम्, न विषादः कर्त्तव्यः । इदं पूर्वोक्तं सर्वं चित्तेऽवधार्य संयमकष्टानां सहनाय त्वमुद्यतो भव । कातरा एव विषीदन्ति । त्वं तु शूरः । अतो विषादं त्यक्त्वा सोत्साहं सानन्दं च कष्टानि सहस्व । प्रव्रज्यां प्राप्य यो विद्यासाधकवदप्रमत्ततया तां पालयति स मोक्षफलमचिरेण प्राप्नोति । यस्तु प्रव्रज्यां प्राप्य विषीदति तस्य सा न फलति । उक्तञ्च यतिलक्षणसमुच्चये महोपाध्यायश्रीयशोविजयैः - 'पव्वज्जं विज्जं विव साहंतो होइ जो पमाइल्लो । तस्स ण सिज्झइ एसा करेइ गरुअं च अवयारं ॥ १०२ ॥' (छाया - प्रव्रज्यां विद्यामिव साधयन् भवति यः प्रमादी । तस्य न सिध्यति एषा करोति गुरुकं चापकारम् ॥१०२॥' अत्र श्लोके 'मा' शब्दस्य वीप्सा सूचयति यद् ग्रन्थकारोऽतीव करुणालुः ॥२८॥
अवतरणिका - व्रतदुःखसहनोपदेशो दत्तः । ततः कश्चिद्व्रतं गृह्णाति । ततः स
થઈ જશે. તેથી ભવિષ્યમાં તું લાંબો કાળ ખૂબ જ સુખી થઈશ. માટે સંયમના કષ્ટો દુઃખરૂપ નથી, પણ સુખરૂપ જ છે. માટે સંયમના કષ્ટોથી તું ખેદ ન પામ. સંયમના કષ્ટોથી તને કંઈ પણ નુકસાન થવાનું નથી. ઊલટું તેમને સહન કરવાથી તને લાભ જ થશે. લાભ કરાવનાર આવે તો ખુશ થવું જોઈએ, ખેદ ન કરવો જોઈએ. પૂર્વે કહેલું આ બધું મનમાં વિચારીને સંયમના કષ્ટો સહેવા માટે તું તૈયાર થઈ જા. કાયર હોય તે જ ઢીલા થાય છે. તું તો શૂરવીર છે. માટે ખેદ છોડીને ઉત્સાહ અને આનંદપૂર્વક તું કષ્ટોને સહન કર. પ્રવ્રજ્યા લઈને જે વિદ્યાસાધકની જેમ અપ્રમત્તપણે તેનું પાલન કરે છે તે ટૂંક સમયમાં મોક્ષરૂપી ફળને પામે છે. જે પ્રવ્રજ્યા લઈને શિથિલ થાય છે તેને તે ફળ આપતી નથી. યતિલક્ષણસમુચ્ચયમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ કહ્યું છે, ‘પ્રવ્રજ્યાને વિદ્યાની જેમ સાધતો જે પ્રમાદી થાય છે તેને તે સિદ્ધ થતી નથી અને મોટો એ અપકાર કરે છે. (૧૦૨)’’ આ શ્લોકમાં ‘મા’ શબ્દનો પ્રયોગ બે વાર કર્યો છે, સૂચવે છે કે ગ્રંથકાર ખૂબ જ કરુણાવાળા હતા. (૨૮)
અવતરણિકા - ચારિત્રના કષ્ટો સહન કરવાનો ઉપદેશ આપ્યો. તેથી કોઈક ચારિત્ર લે છે. પછી તે લોકોને ઉપદેશ આપે છે, પણ પોતે ચારિત્ર બરાબર પાળતો