________________
योगसारः ४/४२ कुग्राहिणां ग्रहस्त्यक्तव्यः
४३५ सोऽन्तिममुपदेशं दत्त्वोपसंहारं करोति । स जनान् सम्बोधयति - 'भो जनाः ! यतः सर्वविरतिपालनं प्रतिस्रोतस्तरणरूपं, सात्त्विक एव च प्रतिस्रोतस्तरितुं शक्नोति, ततो यूयं सात्त्विका भवत । स्वचित्तं यूयं सत्त्वेन भावयत । ततो यूयं लोकानां गतानुगतिकं धर्मं त्यक्तुं शक्ष्यथ । लोका हीनसत्त्वाः । ते धैर्यगाम्भीयौदार्यादिगुणशून्याः । ततस्ते मोहाकुलत्वाद् यथावस्थितं तत्त्वं न चिन्तयन्ति, परन्तु कञ्चिदपि पदार्थं स्वबुद्ध्या विकल्प्य तस्याऽऽग्रहं कुर्वन्ति । ते हेतु-युक्ति-दृष्टान्तैः स्वमतं तात्त्विकं साधयितुं प्रयतन्ते । ते स्वविकल्पितं न मुञ्चन्ति । तत्त्वे प्रज्ञापितेऽपि ते तन्न स्वीकुर्वन्ति । इत्थं ते कथञ्चिदपि स्वाग्रहं न त्यजन्ति । ततस्ते कदाग्रहवन्तो भवन्ति । सात्त्विक एव कदाग्रहं त्यक्तुं शक्नोति । सात्त्विकस्तत्त्वरागी भवति, न तु स्वाग्रहरागी । ततो यूयं सात्त्विकीभूय कदाग्रहवल्लोकानामाग्रहं त्यजत । कदाग्रहे त्यक्ते एव सद्धर्मस्याऽऽराधना शक्या । यावदन्तःकरणं कदाग्रहेण वासितं भवति तावत्तत्र धर्मो न प्रविशति । ततो यूयं कदाग्रहं त्यक्त्वा सद्धर्मस्याऽऽराधनार्थं यत्नं कुरुत । सर्वविरतिरूपः सद्धर्म एव संसारान्मोचयति । ધર્મનું આચરી શકે છે, એમ તેમણે સિદ્ધ કર્યું. આ શ્લોકમાં તેઓ છેલ્લો ઉપદેશ આપીને ઉપસંહાર કરે છે. તેઓ લોકોને કહે છે – “હે લોકો ! સર્વવિરતિનું પાલન એ પ્રવાહની સામે તરવા જેવું છે. સાત્ત્વિક જ પ્રવાહની સામે તરી શકે છે. માટે તમે સાત્ત્વિક થાઓ. તમે તમારું મન સત્ત્વથી ભાવિત કરો. તેથી તમે લોકોના ગતાનુગતિક ધર્મને છોડી શકશો. લોકો અલ્પસત્ત્વવાળા છે. તેઓ વૈર્ય-ગાંભીર્યઔદાર્ય વગેરે ગુણો વિનાના છે. તેથી તેઓ મોહથી આકુળ હોવાથી સાચા તત્ત્વને વિચારતા નથી, પણ કોઈ પણ પદાર્થને પોતાની બુદ્ધિથી વિચારીને તેનો આગ્રહ કરે છે. તેઓ હેતુઓ-યુક્તિઓ-દષ્ટાન્તો વડે પોતાના મતને સાચો સિદ્ધ કરવા યત્ન કરે છે. તેઓ પોતે માનેલી વાતને છોડતાં નથી. સાચું સમજાવવા છતાં પણ તેઓ તેને સ્વીકારતાં નથી. આમ તેઓ કોઈપણ રીતે પોતાના આગ્રહને છોડતાં નથી. તેથી તેઓ કદાગ્રહી બને છે. સાત્ત્વિક જ કદાગ્રહને છોડી શકે છે. સાત્ત્વિક તત્ત્વનો રાગી હોય છે. તે પોતાના આગ્રહનો રાગી હોતો નથી. માટે તમે સાત્ત્વિક થઈને કદાગ્રહી લોકોનો આગ્રહ છોડી દો. કદાગ્રહને છોડવાથી જ સદ્ધર્મની આરાધના શક્ય બને છે. જ્યાં સુધી મન કદાગ્રહથી વાસિત હોય છે, ત્યાં સુધી તેમાં ધર્મનો પ્રવેશ થતો નથી. માટે તમે કદાગ્રહને છોડીને સદ્ધર્મની આરાધના કરવા માટે યત્ન કરો. સર્વવિરતિ રૂપ સદ્ધર્મ જ સંસારમાંથી છોડાવે છે. તે જ શાશ્વત સુખના ધામ