________________
मायानिग्रहोपायः
योगसारः १/११
मायी मुक्तौ प्रवेष्टुं न शक्नोति । सरलः शीघ्रं निर्वृतिं याति । तत आर्जवेन माया निग्राह्या । उक्तञ्च योगशास्त्रे चतुर्थे प्रकाशे - 'तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना, जयेज्जगद्द्रोहकरीं, मायां विषधरीमिव ॥ ३४३ ॥ ' मायायां निगृहीतायां परमपदप्राप्ति: सुलभा भवति । यदुक्तं दृष्टान्तशतके - 'आर्जवं नाम मर्त्यानां ध्रुवं सर्वोत्तमो મુળ: । યતીન્દ્રાધિરૂઢાપિ, મરુદેવ્યાપ વતમ્ ॥૮†ા'
,
४२
लोभी कदापि न तृप्यति । लाभाल्लोभो वर्द्धते । उक्तञ्च उत्तराध्ययनसूत्रे ऽष्टमेऽध्ययने - 'जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्ढइ । दोमासकयं कज्जं, कोडिएवि न निट्ठियं ॥१७॥ ( छाया - यथा लाभस्तथा लोभः, लाभात् लोभः प्रवर्धते । द्विमाषकृतं ાર્ય, વ્હોટ્યાપિ ન નિષ્ઠિતમ્ ॥ા')
लोभिन इच्छानामन्तो न भवति । यदुक्तमुत्तराध्ययनसूत्रे नवमाध्ययने - 'सुवण्णरूप्पस्स उ पव्वया भवे, सिआ हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहिं किंचि, इच्छा उ आगाससमा अतिआ ॥ ४८ ॥ ' ( छाया सुवर्णरूप्यस्य तु पर्वता भवेयुः, स्युः खलु कैलाससमा असङ्ख्याः । नरस्य लुब्धस्य न तैः किञ्चित्, इच्छा
–
માયાવી મુક્તિમાં પ્રવેશી શકતો નથી. સરળ વ્યક્તિ શીઘ્ર મુક્તિ પામે છે. માટે સરળતાથી માયાનો નિગ્રહ કરવો. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું છે - ‘તેથી જગતને આનંદ આપવામાં કારણભૂત એવી સરળતારૂપી મહાઔષધિ વડે જગતનો દ્રોહ કરનારી અને સાપણ જેવી માયાને જીતવી. (૩૪૩)' માયાનો નિગ્રહ કર્યો છતે પરમપદની પ્રાપ્તિ સુલભ બને છે. દૃષ્ટાંતશતકમાં કહ્યું છે - ‘સરળતા એ મનુષ્યોનો ખરેખર સર્વથી શ્રેષ્ઠ ગુણ છે. કેમકે (સરળતાના પ્રભાવે) હાથીની અંબાડી ઉપર બેઠેલા એવા પણ મરુદેવી માતા કેવળજ્ઞાન પામ્યા. (૮૯)’
લોભી ક્યારેય તૃપ્ત થતો નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં આઠમા અધ્યયનમાં કહ્યું છે - ‘જેમ લાભ થાય છે તેમ લોભ થાય છે. લાભથી લોભ વધે છે. બે માષ (માષ એક પ્રકારનું માપ) થી કરાયેલું કાર્ય કરોડથી પણ પૂર્ણ ન થયું. (૧૭)’
=
લોભીની ઇચ્છાઓનો અન્ત આવતો નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં નવમા અધ્યયનમાં કહ્યું છે – ‘કૈલાસ પર્વત જેવા સોના-ચાંદીના અસંખ્ય પર્વતો થાય (તો પણ) લોભી માણસને તેનાથી તૃપ્તિ થતી નથી, કેમકે ઇચ્છા આકાશની જેમ અનંત છે. (૪૮)' તેથી લોભી ક્યારેય સન્તુષ્ટ થતો નથી. ખારું પાણી જેમ જેમ પીવાય