SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ नित्यं वीतरागो ध्यातव्यः योगसारः १/२ ध्यानेन विना न स्थेयम् । यथा यथा वीतरागो ध्यायते तथा तथा कर्मनिर्जरणेनाऽऽत्मनो विशुद्धिर्भवति । आत्मनि चानन्तानन्ताः कर्मपुद्गला बद्धाः । ततस्तन्निर्जरणकृते क्षणमपि जिनध्यानेन विना न स्थेयम् । वीतरागः - विशेषेण - सर्वथा इतो-गतो रागः - पूर्वोक्तस्वरूप उपलक्षणाद्वेषोऽपि यस्मात्स वीतरागः । ध्यातव्यः - ध्यानविषयीकर्त्तव्यः । अनेनाऽऽत्मविशुद्धिनिमित्तं ध्यातव्यो विषयो दर्शितः । वीतरागे ध्याते ध्याता तत्स्वरूपो भवति । ततश्च तस्याऽऽत्मा विशुद्धो भवति । यथेलिका भ्रमरीध्यानेन भ्रमरीत्वमश्नुते एवं योगी वीतरागध्यानेन वीतरागत्वमाऽऽसादयति । उक्तञ्च - परमात्मपञ्चविंशतिकायां महोपाध्यायश्रीयशोविजयगणिवरैः - 'इलिका भ्रमरीध्यानाद्, भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥२४॥' वीतरागत्वमेव चात्मविशुद्धिः । ननु यदि नित्यं वीतराग एव ध्यातव्यस्तावश्यकादियोगानामुपदेशो व्यर्थः स्यादिति चेत् ? न, आवश्यकादियोगा अपि वीतरागध्यानमेव, तेषां वीतरागेणैव प्रतिपादितत्वाद् वीतरागत्वप्राप्त्यर्थमेव चाऽऽसेवनात् ॥२॥ તેમના ધ્યાન વિના ન રહેવું. જેમ જેમ વીતરાગનું ધ્યાન કરાય છે તેમ તેમ કર્મનિર્જરા થવાથી આત્માની વિશુદ્ધિ થાય છે. આત્માની ઉપર અનંતાનંત કર્મો લાગેલા છે. તેથી તેમની નિર્જરા કરવા માટે એક ક્ષણ માટે પણ વીતરાગના ધ્યાન વિના ન રહેવું. “વીતરાગ' શબ્દ દ્વારા આત્માની વિશુદ્ધિ માટે ધ્યાનનો વિષય બતાવ્યો. વીતરાગનું ધ્યાન કરવાથી ધ્યાતા વીતરાગસ્વરૂપ બની જાય છે. તેથી તેનો આત્મા વિશુદ્ધ થાય છે. ભમરીનું ધ્યાન કરતાં કરતાં ઈયળ ભમરી બની જાય છે. એમ યોગી વીતરાગનું ધ્યાન કરતાં કરતાં વીતરાગ બની જાય છે અને આત્માની વિશુદ્ધિને પામે છે. પરમાત્મપંચવિંશતિકામાં મહોપાધ્યાયશ્રીયશોવિજયજીએ કહ્યું છે, “જેમ ભમરીના ધ્યાનથી ઇયળ ભમરીપણું પામે છે તેમ પરમાત્માનું ધ્યાન કરતો જીવ પરમાત્મપણું પામે. (૨૪) વીતરાગપણું એ જ આત્માની વિશુદ્ધિ છે. પ્રશ્ન - જો હંમેશા વીતરાગનું જ ધ્યાન કરવાનું હોય તો આવશ્યક વગેરે યોગોનો ઉપદેશ વ્યર્થ બને ? જવાબ - ના, આવશ્યક વગેરે યોગો પણ વીતરાગનું ધ્યાન જ છે, કેમકે તેમને બતાડનારા વીતરાગ જ છે અને વીતરાગ બનવા માટે જ તેમનું આચરણ કરાય છે. (૨)
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy