SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः ११२ प्रशस्तं वस्तु ध्यातव्यम् समानम् । अतः प्रशस्तं वस्त्वेव ध्यातव्यम्, पुण्यबन्धनिर्जराकारित्वात्, न त्वप्रशस्तं वस्तु, पापबन्धकारित्वात् । मुमुक्षव आत्मविशुद्ध्यर्थं यतन्ते । प्रशस्तानि वस्तून्यनेकप्रकाराणि सन्ति । तत्र कस्मिन्वस्तुनि ध्याते सत्यात्मनो विशुद्धिर्भवतीति शङ्कायाः समाधानमुत्तरार्धेन ददाति ग्रन्थकारः। तद्-तस्मात्, यतो ध्याता ध्येयस्वरूपो भवति ततः, आत्मविशुद्धये૩માત્મા ફર્મવો નીવ:, વિશુદ્ધિ:-નિર્મન્નતા, માત્મનો વિશુદ્ધિિિત આત્મવિશુદ્ધિ, તર્સ્ટ इति आत्मविशुद्धये, आत्मनः शुद्धस्वरूपप्राप्त्यर्थमिति भावः । अनादिकालात् कर्मनिगडबद्धा आत्मानः संसारकानने परिभ्रमन्ति । अनन्तज्ञान-अनन्तदर्शन-अनन्तचारित्र-अनन्तसुख-अनन्तशक्ती-त्यादिकमात्मनः स्वरूपम् । कर्मभिरात्मनः स्वरूपमावृतम् । कर्मभिरात्मनः स्वरूपं मलिनीकृतम् । स्वभावदशाप्राप्त्यर्थं कर्मनाशः कर्त्तव्यः । तथा चाऽऽत्मा विशुद्धो भवति । नित्यम् - सदैव, न तु कदाचित् । भययुक्ते स्थाने यथाऽस्माभिः सदैव जागरूकैर्भूयते न तु क्षणमात्रमपि प्रमादः क्रियते, तथाऽऽत्मविशुद्धिनिमित्तमपि वीतरागસમાન રીતે જાણવી. માટે શુભ વસ્તુનું જ ધ્યાન કરવું, કેમકે તેનાથી પુણ્યબંધ અને કર્મનિર્જરા થાય છે. અશુભવસ્તુનું ધ્યાન ન કરવું, કેમકે તેનાથી પાપકર્મનો બંધ થાય છે. મુમુક્ષુઓ આત્માની વિશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે. શુભવસ્તુઓ ઘણા પ્રકારની છે. તેમાં કઈ વસ્તુનું ધ્યાન કરવાથી આત્મા વિશુદ્ધ થાય એવી શંકાનું સમાધાન ગ્રન્થકાર શ્લોકના ઉત્તરાર્ધ વડે આપે છે. ધ્યાતા ધ્યેય સ્વરૂપ બનતો હોવાથી આત્માની વિશુદ્ધિ માટે એટલે કે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે હંમેશા વીતરાગનું ધ્યાન કરવું. જેમના આત્મા ઉપરથી સર્વથા રાગ-દ્વેષ નીકળી ગયા છે તે વીતરાગ છે. અનાદિકાળથી કર્મોની બેડીમાં બંધાયેલ આત્મા સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંતશક્તિ વગેરે આત્માના સ્વરૂપો છે. કર્મોએ આત્માનું સ્વરૂપ ઢાંકી દીધું છે. કર્મોએ આત્માનું સ્વરૂપ મલિન કર્યું છે. સ્વભાવદશાને પામવા કર્મોનો નાશ કરવો જોઈએ. કર્મોનો નાશ થવાથી આત્મા વિશુદ્ધ થાય છે. આત્માની વિશુદ્ધિ માટે હંમેશા પરમાત્માનું ધ્યાન કરવું, ક્યારેક ક્યારેક નહીં. ભયવાળા સ્થાનમાં આપણે હંમેશા સાવધાન રહીએ છીએ, એક ક્ષણનો ય પ્રમાદ કરતાં નથી. તેમ આત્માની વિશુદ્ધિ માટે પણ હંમેશા વીતરાગનું ધ્યાન કરવું, એક સમય માટે પણ
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy