SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ द्विविधाः परमात्मानस्त्रिविधाश्चात्मानः योगसार: १/१ कर्मनाशस्त्ववश्यम्भावीति भाविनि भूतवदुपचारं कृत्वाऽत्रोक्तं यत्परमात्मानः कर्मपाशमुक्ता भवन्ति । भवस्था अपि परमात्मानो द्विविधाः - तीर्थकृतः सामान्यकेवलिनश्च । तत्र तीर्थकृन्नामकर्मविपाकवेदिनोऽष्टप्रातिहार्य - चतुस्त्रिंशदतिशय-पञ्चत्रिंशद्वाणीगुणादिविशिष्टऋद्धिसमन्विता धर्मतीर्थस्थापकास्तीर्थकृतस्तदन्ये च सामान्यकेवलिनः । भवनिर्मुक्ताः परमात्मानोऽष्टभ्यः कर्म्मभ्यः सर्वथा मुक्ताः । संसार्यात्मानः साधनां कृत्वा कर्म क्षपयित्वा परमात्मत्वमवाप्नुवन्ति । इदमुक्तं भवति - कर्म्मरहित आत्मैव परमात्मा । ७ आत्मानस्त्रिविधाः-बहिरात्मानोऽन्तरात्मानः परमात्मानश्च । तत्र स्वीयं शुद्धस्वरूपं विस्मृत्य ये बाह्यभावेष्वेव रतिं कुर्वन्ति बाह्यभावप्राप्त्यर्थमेव च यतन्ते ते बहिरात्मानः । स्वीयं शुद्धस्वरूपं लक्ष्यीकृत्य तत्प्राप्त्यर्थं ये यतन्ते तेऽन्तरात्मानः । प्राप्तस्वशुद्धस्वरूपा आत्मान एव परमात्मानः । उक्तञ्चाध्यात्मसारे विंशतितमे आत्मानुभवाधिकारे 'विषयकषायावेशः, तत्त्वाश्रद्धा गुणेषु च द्वेषः । आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा બંધનમાંથી છૂટ્યા નથી. છતાં પણ ઘાતીકર્મોના નાશ પછી અઘાતી કર્મોનો નાશ તો અવશ્ય થવાનો છે. તેથી ભવિષ્યકાળમાં ભૂતકાળનો ઉપચાર કરીને અહીં કહ્યું કે પરમાત્મા કર્મના બંધનમાંથી મુક્ત થયેલા છે. જગતમાં વિચરતા પરમાત્મા પણ બે પ્રકારે છે - તીર્થંકર ભગવંતો અને સામાન્ય કેવળી ભગવંતો. તીર્થંકર ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયને ભોગવનારા, આઠ પ્રાતિહાર્ય - ચોત્રીશ અતિશય-વાણીના પાંત્રીશ ગુણ વગેરે વિશિષ્ટ ઋદ્ધિવાળા અને ધર્મતીર્થના સ્થાપક છે. તે સિવાયના પરમાત્મા તે સામાન્ય કેવળી ભગવંતો છે. મોક્ષમાં ગયેલા પરમાત્મા આઠે કર્મોથી સર્વથા મુક્ત થયેલા છે. સંસારી આત્મા સાધના કરી કર્મ ખપાવી પરમાત્મા બને છે. કહેવાનું તાત્પર્ય આવું છે કે કર્મરહિત આત્મા એ જ પરમાત્મા છે. આત્મા ત્રણ પ્રકારના છે - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પોતાના શુદ્ધસ્વરૂપને ભૂલીને જેઓ બાહ્યભાવોમાં જ આનંદ પામે છે અને બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ માટે જ યત્ન કરે છે તે બહિરાત્માઓ છે. પોતાના શુદ્ધસ્વરૂપને લક્ષ્ય બનાવી તેની પ્રાપ્તિ માટે જેઓ પ્રયત્ન કરે છે તે અંતરાત્માઓ છે. પોતાના શુદ્ધસ્વરૂપને પામેલા આત્માઓ જ પરમાત્મા છે. અધ્યાત્મસારમાં વીશમા આત્માનુભવાધિકારમાં કહ્યું છે - ‘જ્યારે વિષય-કષાયનો આવેશ, તત્ત્વોમાં અશ્રદ્ધા, ગુણોમાં દ્વેષ અને
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy