________________
६
'विवर्जितम्' इत्यत्र 'वि' इत्युपसर्गस्य प्रयोजनम्
योगसार : १/१
उपन्यस्तः । परमात्मना रागद्वेषौ विशेषेणाऽपुनर्भावरूपेण सर्वथा वर्जितौ । परमात्मानो चरमभवे क्षपकश्रेणिमारुह्य प्रथमं रागद्वेषौ क्षपयन्ति, तदनन्तरमेव तेषामन्यानि सर्वाणि वैशिष्ट्यानि प्रादुर्भवन्ति । एतद्द्योतनार्थमेव परमात्मनोऽनन्तेषु वैशिष्ट्येषु सत्स्वपि ग्रन्थकृद्भिः ‘रागद्वेषविवर्जितौ' इति मूलभूतं विशेषणमत्रोपन्यस्तम् । अनेन विशेषणेनेदमपि सूच्यते - आत्मना परमात्मत्वप्राप्त्यर्थं सर्वप्रथमं रागद्वेषयोर्विवर्जनं कर्त्तव्यमिति ।
परमात्मानं - परम:- समग्रगुणयुक्तत्वादन्यात्मापेक्षया सर्वश्रेष्ठः, अत्ति- तांस्तान्पर्यायान्गच्छतीति आत्मा, परमश्चासौ आत्मा चेति परमात्मा, तमिति परमात्मानम् । परमात्मनामनन्तत्वेऽप्यत्र जात्यपेक्षयैकवचनम् । तेन वस्तुतो गन्थकृद्भिरत्राऽनन्तेभ्यः परमात्मभ्यो नमस्कारः कृतः । संसार्यात्मानः कर्मपाशबद्धाः सन्ति, परमात्मानस्तु कर्मपाशमुक्ताः सन्ति । परमात्मानो द्विविधाः - भवस्था भवनिर्मुक्ताश्च । तत्र भवस्थाः परमात्मानः सयोगिकेवलि-अयोगिकेवल्याख्यत्रयोदशचतुर्दशगुणस्थानकवर्त्तिनो ज्ञेयाः । ते घातिकर्मरहिताः सन्ति । अघातिकर्माणि तु तेषामप्यात्मनि विद्यन्ते । तथाऽपि घातिकर्मनाशानन्तरमघाति
ઉત્પન્ન ન થાય એ રીતે તેમને સર્વથા દૂર કર્યા છે. પરમાત્માઓ સાંસારિક અવસ્થામાં છેલ્લા ભવમાં ક્ષપકશ્રેણી માંડી પહેલા રાગ-દ્વેષને ખપાવે છે, ત્યાર પછી જ તેમના બીજા ગુણો પ્રગટ થાય છે. આ જણાવવા માટે જ પરમાત્માના અનંતા ગુણો હોવા છતાં પણ ગ્રન્થકારે ‘રાગ-દ્વેષ વિનાના’ એવુ તેમનું મૂળ વિશેષણ અહીં મૂકયું છે. આ વિશેષણ મૂકવા વડે એ પણ સૂચવ્યું છે કે આત્માએ પરમાત્મા બનવા સહુથી પહેલા રાગ-દ્વેષ છોડવા જોઈએ.
પરમાત્મા બધા ગુણોથી યુક્ત હોવાથી બીજા આત્માઓની અપેક્ષાએ સહુથી શ્રેષ્ઠ છે. તે તે પર્યાયોને પામે તે આત્મા. શ્રેષ્ઠ એવા આત્મા તે પરમાત્મા. તે પરમાત્માને (નમસ્કાર કરીને હું યોગસારને કહીશ). પરમાત્મા અનંતા હોવા છતા પણ અહીં જાતિની અપેક્ષાએ એકવચનનો પ્રયોગ કર્યો છે. તેથી વાસ્તવમાં ગ્રન્થકારે અહી અનંતા પરમાત્માઓને નમસ્કાર કર્યો છે. સંસારી આત્માઓ કર્મની જાળમાં બંધાયેલા છે, ૫રમાત્માઓ તો કર્મના બંધનમાંથી મુક્ત થયેલા છે. પરમાત્મા બે પ્રકારે છે – જગતમાં વિચરતા અને મોક્ષમાં ગયેલા. તેમાં જગતમાં વિચરતા પરમાત્મા સયોગીકેવલી અને અયોગીકેવલી નામના તેરમા-ચૌદમા ગુણઠાણે રહેલા છે. તેઓ ઘાતીકર્મથી છૂટેલા છે. તેઓ હજી અઘાતીકર્મના
-