SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ २१० दृष्टिमोहो दिग्मोह इव प्रबल: योगसारः २/३४,३५ ___ दिग्मोहेन दिग्विभागो यथावस्थितो न ज्ञायते । दिग्मोहमोहितो नरः पूर्वां पश्चिमां मन्यते, पश्चिमां च पूर्वां मन्यते । एवं स उत्तरां दक्षिणां मन्यते, दक्षिणाञ्चोत्तरां मन्यते । अयं दृष्टिमोहोऽपि दिङ्मोह इव प्रबलः । दृष्टिमोहमोहितो गुणदोषविभागं न पश्यति । अयं दृष्टिमोहोऽन्यमोहापेक्षया तीव्रतरो महाऽनर्थकारी च, यतस्तेन मोहितो नरः सत्यासत्यविभागमेव न जानाति । स सत्यमप्यसत्यं मन्यतेऽसत्यमपि सत्यं मन्यते । ततोऽन्यमोहाऽपगमः सुकरः, परन्तु दृष्टिमोहाऽपगमो दुष्करः । अयमत्रोपदेशः-दृष्टिमोहं परित्यज्य स्वदोषा द्रष्टव्या न तु स्वगुणाः ॥३३॥ अवतरणिका - दृष्टिमोहो महाबलवानिति प्रतिपादितम् । अधुना श्लोकयुग्मेन तस्य बलवत्त्वमेव समर्थयति - દિશાઓના મોહથી દિશાઓનો વિભાગ બરાબર જણાતો નથી. દિશાઓના મોહથી મુંઝાયેલો માણસ પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માને છે, પશ્ચિમ દિશાને પૂર્વ દિશા માને છે, એમ તે ઉત્તર દિશાને દક્ષિણ દિશા માને છે, દક્ષિણ દિશાને ઉત્તર દિશા માને છે. આ દૃષ્ટિમોહ પણ દિશાઓના મોહ જેવો પ્રબળ છે. દષ્ટિમોહથી મુંઝાયેલો જીવ ગુણ-દોષનો વિભાગ જોતો નથી. આ દૃષ્ટિમોહ બીજા મોહની અપેક્ષાએ વધુ ભયંકર અને વધુ નુકસાનકારી છે, કેમકે તેનાથી મોહ પામેલો માણસ સાચા-ખોટાના વિભાગને જાણતો નથી. તે સાચાને પણ ખોટું માને છે, ખોટાને પણ સાચું માને છે. તેથી બીજા મોહને દૂર કરવો સહેલો છે, પણ દૃષ્ટિમોહને દૂર કરવો મુશ્કેલ છે. અહીં ઉપદેશ આ પ્રમાણે છે – દષ્ટિમોહને છોડીને પોતાના દોષો જોવા, ગુણો નહીં. (૩૩) અવતરણિકા - દૃષ્ટિમોહ મહાબળવાન છે એમ કહ્યું. હવે બે શ્લોકો વડે દૃષ્ટિમોહના મહાબળવાનપણાનું સમર્થન કરે છે –
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy