SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ योगसार: २/३२ आत्मनि पर्वतस्थूला अपि दोषा न दृश्यन्ते २०७ नगस्येव स्थूलाः-महान्त इति पर्वतस्थूलाः, अपिशब्दः सूक्ष्मा दोषास्तु नैव दृश्यन्ते, स्थूला अपि दोषा नैव दृश्यन्ते इति द्योतयति, दोषाः प्रागुक्तस्वरूपाः, तुशब्दो विरोधाभासं दर्शयति, कथञ्चन केनाऽपि प्रकारेण, नशब्दो निषेधे, एवशब्दः स्वदोषदर्शनस्य सर्वथा निषेधं द्योतयति, दृश्यन्ते इत्यत्राध्याहार्यम् । - - यस्य चित्तं मलिनं भवति स यथावस्थितं न पश्यति । जनाः प्रायः स्थूलपदार्थानीक्षन्ते, सूक्ष्मपदार्थांस्ते द्रष्टुं नैव शक्नुवन्ति । मलिनचित्तास्तु स्वात्मनि विद्यमानान्स्थूलान् दोषान्न पश्यन्ति, सूक्ष्मानपि गुणान्पश्यन्ति । तेषां चित्तं रागद्वेषव्याकुलं भवति । ततस्ते मानकषायेण पीड्यन्ते । ते दोषदुष्टमपि स्वात्मानमधमत्वेन द्रष्टुं नोत्सहन्ते । ते गुणरिक्तमपि स्वात्मानं गुणसम्पूर्णं मन्यन्ते । मलिनचित्तस्य जनस्य दृष्टिः स्वगुणान्द्रष्टुं सूक्ष्मदर्शकयन्त्रतुल्या भवति । सूक्ष्मदर्शकयन्त्रेण सूक्ष्मवस्तूनि स्थूलानि दृश्यन्ते । एवं मलिनचित्तो नरः स्वगुणलवान्पर्वतस्थूलान्पश्यति। मलिनचित्तो नरः स्वदोषान्द्रष्टुमन्धतुल्यो भवति । अन्धो विद्यमानानि वस्तूनि न पश्यति । एवं मलिनचित्तो नरः पर्वतस्थूलानपि स्वदोषान्न पश्यति । પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - જેનું ચિત્ત મલિન હોય તે બરાબર જોઈ શકતો નથી. લોકો પ્રાયઃ સ્થૂલ પદાર્થોને જુવે છે. તેઓ સૂક્ષ્મ પદાર્થોને જોઈ શકતાં નથી. મલિન ચિત્તવાળા જીવો તો પોતાના આત્મામાં રહેલા સ્થૂલ દોષોને જોતાં નથી અને સૂક્ષ્મ પણ ગુણોને જુવે છે. તેમનું ચિત્ત રાગદ્વેષથી વ્યાકુળ હોય છે. તેથી તેઓ માનકષાયથી પીડાય છે. તેઓ દોષથી દુષ્ટ એવા પણ પોતાના આત્માને અધમ તરીકે જોવા તૈયાર હોતા નથી. તેઓ ગુણ વિનાના એવા પણ પોતાના આત્માને ગુણોથી સંપૂર્ણ માને છે. મલિન ચિત્તવાળા માણસની દૃષ્ટિ પોતાના ગુણોને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર જેવી હોય છે. સૂક્ષ્મદર્શક યંત્રથી નાની વસ્તુઓ મોટી દેખાય છે. એમ મલિન ચિત્તવાળો માણસ પોતાના કણ જેવા ગુણોને પર્વત જેવા મોટા જુવે છે. મલિન ચિત્તવાળો માણસ પોતાના દોષોને જોવા આંધળા જેવો છે. આંધળાને વિદ્યમાન વસ્તુઓ દેખાતી નથી. એમ મલિન ચિત્તવાળા માણસને પર્વત જેવા મોટા પણ પોતાના દોષો દેખાતાં નથી.
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy