SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ अन्ये ग्रहकुग्रहास्त्यक्तव्याः योगसारः २।२७ चित्तनिर्मलीकारकदेवताराधनादेभिन्नैः, ग्रहकुग्रहै: - ग्रहा:-आग्रहाश्च कुग्रहा:-कदाग्रहाश्चेति ग्रहकुग्रहाः, तैः, किम् - अलम्, न किमपि प्रयोजनमित्यर्थः । कस्यचिद्ग्रामस्य प्राप्त्यर्थमनेके मार्गा भवन्ति । येन केनापि मार्गेण गच्छता स ग्रामः प्राप्यते एव । एवं समतासिद्धरनेके उपायाः सन्ति, यतो भगवतोक्तः प्रत्येको योगः समतां साधयति । सर्वे जीवा भिन्नभिन्नसंस्कारवन्तः सन्ति । तेषां रुचिविषया भिन्नाः सन्ति । एक एव योगो न सर्वेभ्यो रोचते । ततो यस्मै यो योगो रोचते तेन तत्र गुर्वाज्ञापुरस्सरं प्रवर्त्तनीयम् । स्वरुचिविषये योगे प्रवर्त्तमानेन तेनाऽन्ययोगानां तिरस्कारो न कर्तव्यः । अन्यथा स मार्गभ्रष्टो भवति । स्वरुचिविषयेण योगेन दोषक्षयं कृत्वा तेन चित्तं चन्द्रवन्निर्मलं कर्त्तव्यम् । चित्ते निर्मलीभूते तत्र समतायाः प्रतिष्ठा भवति । ततो मुक्तिस्तस्य करतलवर्तिनी भवति । मुमुक्षुणा कस्यचिदपि योगस्य कदाग्रहो न कर्त्तव्यः । अन्ययोगानां तिरस्करणेन स्वयोगस्य कदाग्रहो भवति । कदाग्रहेण चित्तं रागद्वेषव्याकुलं भवति । ततस्तन्मलीमसीभवति । तत्र समतायाः स्थापना न भवति । ततः कदाग्रहं विमुच्य येन केनाऽपि योगेन चित्तं निर्मलीकृत्य तत्र समताऽऽधेया ॥२७॥ ઉજવળ બનાવવું, બીજા આગ્રહો અને કદાગ્રહોથી શું ફાયદો? (૨૭) પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - કોઈક ગામમાં જવાના અનેક માર્ગો હોય. કોઈ પણ રસ્તેથી જતાં તે ગામ આવે જ. એમ સમતાને સાધવાના અનેક ઉપાયો છે, કેમકે ભગવાને કહેલ દરેક યોગ સમતાને સાધી આપે છે. બધા જીવોના સંસ્કારો જુદા જુદા હોય છે. તેમને ગમતાં વિષયો જુદા જુદા હોય છે. એક જ યોગ બધાને ગમતો નથી. તેથી જેને જે યોગ ગમતો હોય તેણે તેમાં ગુરુની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી. તે યોગો પરમાત્માની આરાધના, ગુરુની સેવા, જ્ઞાનાભ્યાસ, તપશ્ચર્યા, વૈયાવચ્ચ વગેરે છે. પોતાને ગમતાં યોગમાં પ્રવર્તતાં તેણે બીજા યોગોનો તિરસ્કાર ન કરવો. અન્યથા તે માર્ગથી ભ્રષ્ટ થાય છે. પોતાને ગમતાં યોગથી દોષોનો ક્ષય કરી તેણે ચિત્તને ચન્દ્ર જેવું નિર્મળ કરવું. નિર્મળ થયેલા ચિત્તમાં સમતાની પ્રતિષ્ઠા થાય છે. પછી મોક્ષ તેની હથેળીમાં થઈ જાય છે. મુમુક્ષુએ કોઈપણ યોગનો કદાગ્રહ ન કરવો. બીજા યોગોનો તિરસ્કાર કરવાથી પોતાના યોગનો કદાગ્રહ થાય છે. કદાગ્રહથી ચિત્ત રાગદ્વેષથી વ્યાકુળ બને છે. તેથી તે મલિન થાય છે. તેમાં સમતાની સ્થાપના થતી નથી. તેથી કદાગ્રહને છોડીને કોઈપણ યોગથી ચિત્તને નિર્મળ કરીને તેમાં સમતા લાવવી. (૨૭)
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy