________________
योगसारः २/१५,१६ सर्वत्र समचित्तैर्भाव्यम्
१७१ ___ इत्थं सर्वद्रव्यक्षेत्रकालभावेषु समचित्तैर्भाव्यम् । कुत्रचिदपि रागद्वेषौ न करणीयौ । इदं रागद्वेषाऽभावरूपं समत्वमेव सर्वाऽऽराधनासारभूतम् । ततस्तदर्थं प्रयतनीयम् । यदुक्तं योगशास्त्रे तृतीयप्रकाशे - 'शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ? ॥१४५॥'
अतत्त्वं तत्त्वाद्भिन्नस्वरूपं भवति । अतत्त्वं पक्षपातरूपं भवति । इदमुक्तं भवति - रागद्वेषरूपमतत्त्वं सर्वथा हेयम् । समत्वमेव श्रेष्ठं तत्त्वमित्यवगम्य तत्प्राप्त्यर्थं प्रयतनीयम् । समत्वस्य माहात्म्यमेवमुक्तं योगशास्त्रस्य चतुर्थे प्रकाशे - 'अमन्दानन्दजनने, साम्यवारिणि मज्जताम् । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥५०॥ प्रणिहन्ति क्षणार्धेन, साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यानरस्तीव्र-तपसा जन्मकोटिभिः ॥५१॥ कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः । विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥५२॥' यतिशिक्षापञ्चाशिकायामप्युक्तम् -'समसत्तुमित्तचित्तो,
આમ બધા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવોમાં સમાન મનવાળા થવું. ક્યાંય પણ રાગદ્વેષ ન કરવા. રાગદ્વેષના અભાવરૂપ આ સમતા જ બધી આરાધનાઓનો સાર છે. તેથી તેની માટે પ્રયત્ન કરવો. યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશમાં કહ્યું છે - “શત્રુને વિષે, મિત્રને વિષે, ઘાસને વિષે, સ્ત્રીઓના સમૂહને વિષે, સોના ઉપર, પથ્થર ઉપર, મણી ઉપર, માટી ઉપર, મોક્ષને વિષે, સંસારને વિષે ક્યારે હું સમાન બુદ્ધિવાળો થઈશ?' (૪૫)
અતત્ત્વ એ તત્ત્વથી ભિન્ન સ્વરૂપવાળું હોય છે. અતત્ત્વ એ પક્ષપાતરૂપ છે. અહીં કહેવાનો ભાવ આવો છે – રાગદ્વેષરૂપી અતત્ત્વ બધી રીતે છોડવું. સમતા જ શ્રેષ્ઠ તત્ત્વ છે એમ સમજીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં સમતાનું માહાભ્ય આ રીતે કહ્યું છે – “અતિશય આનંદ પેદા કરનારા એવા સમતા જળમાં સ્નાન કરનારા પુરુષોના રાગદ્વેષ રૂપ મેલનો જલ્દીથી ક્ષય થાય છે. (૫૦) સમતાનું આલંબન લઈને અડધી ક્ષણમાં તે કર્મને હણે છે કે જેને માણસ કરોડો જન્મોમાં તીવ્ર તપ વડે હણી ન શકે. (૫૧) જેણે આત્માનો નિશ્ચય કર્યો છે એવો સાધુ એકમેક થયેલા કર્મ અને જીવને સામાયિકરૂપી સળીથી વિભિન્ન કરે છે. (પર)' યતિશિક્ષાપંચાશિકામાં પણ કહ્યું છે - “હે જીવ! જો તું હંમેશા શત્રુ અને મિત્ર વિષે