________________
जिनशासनस्य सार: समता
योगसारः २/१४
१६४
समस्य भाव इति साम्यम्, तत्त्वम् - ऐदम्पर्यम्, सार इति यावत्, उच्यते - पूर्वमहर्षिभिः कथ्यते, तत् – साम्यम्, परदूषणदायिनाम् - परेभ्यः-स्वान्येभ्यो दूषणम्-दोषं दातुम्अर्पयितुं शीलमेषामिति परदूषणदायिन:, तेषां स्वशंसिनाम् - स्वम् - आत्मानं शंसितुम्श्लाघितुं शीलमेषामिति स्वशंसिनः तेषां तेषाम् - दृष्टिरागमोहितानां मत्सरिणाम्, क्व - कुत्र, 'विद्यते' इत्यत्राध्याहार्यम्, न विद्यते इत्यर्थः ।
,
जिनशासनस्य सारः समता । सर्वासामाराधनानां सारः समता । इयं समता रागद्वेषाऽपगमेन भवति । रागद्वेषाऽपगमाय प्रयतितव्यमिति जिनाज्ञा । यदुक्तं महोपाध्याय श्रीयशोविजयगणिवरैः - ‘किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पट्टियव्वं, एसा आणा जिणिदाणं ॥ ' ( गुरुतत्त्वविनिश्चय: ४ / १६५, धर्मपरीक्षा १०३, अध्यात्ममतपरीक्षा १८३, सामाचारी प्रकरणम् १०० ) ( छाया - किं बहुना इह यथा यथा, रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्त्तितव्यं, एषा आज्ञा जिनेन्द्राणाम् II) रागद्वेषक्षयेण समत्वमाप्यते, समतया च सिद्धिरासन्नीभवति । सर्वत्र तथा प्रवर्त्तितव्यं यथा रागद्वेषौ न भावतः । यत्र रागद्वेषौ भवतो बाह्यदृष्ट्या दृश्यमाना साऽऽराधनाऽपि तत्त्वतो विराधनैव । रागद्वेषनाशेन सञ्जातं साम्यं जिनशासनस्य सारः । साम्येन मोहो नश्यति । साम्येन मुक्ति: प्राप्यते । यदुक्तं साम्यशतके - 'योगग्रन्थमहाम्भोधि-मवमथ्य मनोमथा ।
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - જિનશાસનનો સાર સમતા છે. બધી આરાધનાઓનો સાર સમતા છે. આ સમતા રાગ-દ્વેષ દૂર થવાથી થાય છે. રાગદ્વેષને દૂર કરવા પ્રયત્ન કરવો એ જિનાજ્ઞા છે. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે - ‘અહીં વધુ કહેવાથી શું ? જેમ જેમ રાગદ્વેષ શીઘ્ર નાશ પામે તેમ તેમ પ્રવર્તવું - એ જિનેશ્વર ભગવંતોની આજ્ઞા છે.' (ગુરુતત્ત્વવિનિશ્ચય ૪/૧૬૫, ધર્મપરીક્ષા ૧૦૩, અધ્યાત્મમતપરીક્ષા ૧૮૩, સામાચારી પ્રકરણ ૧૦૦) રાગ-દ્વેષના ક્ષયથી સમતા આવે છે અને સમતાથી મોક્ષ નજીક થાય છે. બધે તેવી રીતે પ્રવર્તવું કે જેથી રાગદ્વેષ ન થાય. જ્યાં રાગ-દ્વેષ થાય છે, બાહ્યદૃષ્ટિથી દેખાતી તે આરાધના પણ હકીકતમાં વિરાધના જ છે. રાગદ્વેષના નાશથી થતી સમતા જિનશાસનના સારરૂપ છે. સમતાથી મોહ નાશ પામે છે. સમતાથી મુક્તિ મળે છે. સામ્યશતકમાં કહ્યું છે ‘મનના રવૈયાથી યોગગ્રંથોરૂપી મોટા સમુદ્રનું મંથન કરીને સામ્યરૂપી અમૃતને