SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/३७ अज्ञानजात् मात्सर्याद्दर्शनिनो विवदन्ते परन्तु वाचाऽप्येवमुच्चरन्ति - 'मयोपास्यो देव एव पारमार्थिको देवः, युष्माभिरुपास्या देवा न वस्तुतो देवा, ते त्वितरे एव ।' इत्थं पक्षपातं कृत्वा ते परसम्मतदेवेषु द्वेषं धारयन्ति । ततस्ते परदर्शनिष्वपि द्वेषं कुर्वन्ति । ततश्च ते परस्परं विवदन्ते । इदं सर्वं तद्धृदि वर्त्तमानाया ईर्ष्याया उत्पन्नं विलसितमेव, न तत्र कोऽपि परमार्थः । सर्वमपीदं जगदीर्ष्यया पीडितं वर्त्तते । मत्सरस्य प्रभावः सर्वक्षेत्रेषु व्यापकोऽस्ति । उच्चैः पदेषु स्थिता अपि मत्सरपाशान्न मुच्यन्ते । मत्सरप्रेरिता दर्शनिनोऽपि स्वीयं दर्शनं स्वीयं देवं स्वीयं गुरुं स्वीयं च साधनादिकं सर्वश्रेष्ठं मन्यन्ते परकीयदर्शनदेवगुरुसाधनादीनि च तुच्छदृष्ट्या हीनानि पश्यन्ति । तेषां मत्सरोऽप्यज्ञानजः । ते परमात्मनो वास्तविकं स्वरूपं न जानन्ति । ततस्ते भिन्नैर्नामभिस्तान्भिन्नान्मत्वा परस्परं विवदन्ते । अज्ञानात्तेषां हृदि मत्सरो भवति, मत्सराच्च तेषां परस्परं विवादो भवति । यदि तेऽज्ञानं मत्सरं चापहाय पश्येयुस्तर्हि जानीयुर्यदेकस्यैव परमात्मनो भिन्नानि नामानि सन्ति । ततो भिन्नैर्नामभिः परमात्मनो भिन्नान्मत्वा तद्विषये विवादो वृथा ||३७|| I ११७ નથી. તેઓ આટલું માત્ર માનતાં જ નથી, પણ વાણીથી પણ બોલે છે - ‘હું જેમની ઉપાસના કરું છું, તે ભગવાન જ સાચા ભગવાન છે. તમે જેમની ઉપાસના કરો છો તે ખરેખર ભગવાન નથી, તે તો બીજા જ છે.’ આમ પક્ષપાત કરીને તેઓ બીજાઓએ માનેલા ભગવાનોની ઉપર દ્વેષ કરે છે. તેથી તેઓ બીજા દર્શનવાળાઓ ઉપર પણ દ્વેષ કરે છે. પછી તેઓ એકબીજા સાથે ઝગડે છે. આ બધી તેમના હૃદયમાં રહેલી ઇર્ષ્યાને લીધે ઉત્પન્ન થયેલી રમત છે, એમાં કંઈ સાચું નથી. આ આખું ય જગત ઇર્ષ્યાથી પીડાય છે. ઊંચા સ્થાનમાં રહેલા પણ ઇર્ષ્યાની જાળમાંથી છૂટી શકતાં નથી. ઇર્ષ્યાથી પ્રેરાયેલા પરદર્શનવાળાઓ પણ પોતાના ધર્મને, પોતાના ભગવાનને, પોતાના ગુરુને અને પોતાની સાધના વગેરેને સૌથી ચઢિયાતી માને છે, બીજાના ધર્મ-ભગવાન-ગુરુ-સાધના વગેરેને તુચ્છ દૃષ્ટિથી નીચા જુવે છે. તેમની ઇર્ષ્યા પણ અજ્ઞાનને લીધે પેદા થાય છે. તેઓ પરમાત્માનું સાચું સ્વરૂપ જાણતાં નથી. તેથી તેઓ જુદા નામો વડે તેમને જુદા માની એકબીજા સાથે ઝગડે છે. અજ્ઞાનને લીધે તેમના હૃદયમાં ઇર્ષ્યા થાય છે અને ઇર્ષ્યાથી તેઓ એકબીજા સાથે ઝગડે છે. જો તેઓ અજ્ઞાન અને ઇર્ષ્યાને દૂર કરીને જુએ તો તેમને ખબર પડે કે, ‘એક જ ભગવાનના જુદા નામો છે. તેથી જુદા જુદા નામો વડે પરમાત્માને જુદા જુદા માનીને તેમના વિષયમાં ઝગડો કરવો નકામો છે.’ (૩૭)
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy