SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/३७ यस्य वचनं स्याद्वादगर्भं स उपास्यः ____११५ लादयः सेव्याः । तत्र नाम्न एव भेदोऽस्ति, न त्वर्थस्य । उक्तञ्चेशानुग्रहविचारद्वात्रिंशिकायां महोपाध्यायश्रीयशोविजयगणिवरैः - 'मुक्तो बुद्धोऽर्हन्वापि, यदैश्वर्येण समन्वितः । तदीश्वरः स एव स्यात्-सज्ञाभेदोऽत्र केवलम् ॥१६/१८॥ अनन्तज्ञानमयादिस्वरूपवत्परमात्मनो वचनं स्याद्वादगर्भम् । ततो यस्य वचनं स्याद्वादयुक्तं स उपास्यः । तत्र नामभेदेन पक्षपातो न कर्त्तव्यः । उक्तञ्च लोकतत्त्वनिर्णये श्रीहरिभद्रसूरिभिः - 'बन्धुर्न नः स भगवानरयोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतमोऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं पृथग्विशेषं, वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ॥३२॥ पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥३८॥ यस्य निखिलाश्च दोषा, न सन्ति सर्वे गुणाश्च विद्यन्ते । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥४०॥ ॥३६॥ अवतरणिका - परमात्मनो नामभेदेऽपि नाऽर्थभेद इति दर्शितम् । अधुना परमात्मनोऽर्थभेदं विकल्प्य परस्परं मात्सर्यमादधानानां चेष्टां दर्शयति - વગેરે રૂપ પરમાત્માનાં સ્વરૂપને પામેલ બુદ્ધ, કપિલ વગેરેની ભક્તિ કરવી. ત્યાં નામનો જ ભેદ છે, અર્થ (સ્વરૂપ)નો નહીં. ઈશાનુગ્રહવિચારદ્વાáિશિકામાં મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે – “બુદ્ધ અને અરિહંત જો કર્મથી મુક્ત થયેલા હોય અને ઐશ્વર્યથી યુક્ત હોય તો તે ઈશ્વર જ છે. અહીં માત્ર નામનો ભેદ છે.” અનંતજ્ઞાનમય વગેરે સ્વરૂપવાળા પરમાત્માનું વચન સ્યાદ્વાદથી યુક્ત છે. તેથી જેનું વચન સ્યાદ્વાદથી યુક્ત હોય તેની ઉપાસના કરવી. ત્યાં નામના ભેદથી પક્ષપાત ન કરવો. લોકતત્ત્વનિર્ણયમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે – “તે ભગવાન અમારા બંધુ નથી અને બીજા અમારા દુશ્મન નથી. આમાંથી એકને પણ અમે સાક્ષાત્ જોયા નથી. સારા ચરિત્રવાળું અને ભિન્ન વિશેષોવાળું વચન સાંભળીને ગુણોના અતિશયની લોલુપતાથી અમે વીરપ્રભુને શરણરૂપે સ્વીકાર્યા છે. (૩૨) મારો વીરપ્રભુ વિષે પક્ષપાત નથી અને કપિલ વગેરેને વિષે દ્વેષ નથી. જેનું વચન યુક્તિથી સંગત હોય તેનો સ્વીકાર કરવો. (૩૮) જેમાં બધા દોષો નથી અને બધા ગુણો છે તે બ્રહ્મા કે વિષ્ણુ કે શંકર કે જિન હોય તેને નમસ્કાર થાઓ. (૪૦) (૩૬) અવતરણિકા-પરમાત્માના નામ જુદા હોવા છતાં પરમાત્મા એક છે, એમ બતાવ્યું. હવે પરમાત્માને જુદા જુદા માનીને એકબીજા પર ઈર્ષ્યા કરનારાની ચેષ્ટા બતાવે છે –
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy