SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/३१ जिनभक्तेः फलम् १०३ परन्त्विहभवेऽपि तस्य प्रभावेण सर्वकल्याणानि प्राप्यन्ते विघ्नानि च नश्यन्ति । श्रीपालेनोत्कटभावेन प्रभुभक्तिः कृता । फलतस्तस्य कुष्ठरोगो नष्टः राज्यञ्च स आप्तवान् । जिनभक्त्या मनसः सर्वसङ्क्लेशा दूरीभवन्ति, शरीरस्य सर्वे रोगाः क्षीयन्ते, आपद उपद्रवाश्च विलीयन्ते। जिनभक्त्या मनः प्रसन्नीभवति । तत्कदाचिदपि न विषीदति । ततोऽन्या अप्याराधनाः प्रसन्नतया भवन्ति । मयूरसमागमेन सर्वे सर्पा अपगच्छन्ति । एवं परमात्मनि हृदये प्रतिष्ठिते तस्य भक्त्या सर्वे दोषा नश्यन्ति । उक्तञ्च बृहच्छान्तिस्तोत्रे - 'उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥' उपदेशतरङ्गिण्यामप्युक्तं श्रीरत्नमन्दिरगणिभिः - 'उपसर्गाः क्षयं यान्ति, छिद्यन्ते विघ्नवल्लयः । मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे ॥८८॥' ___ परमात्मा सर्वोत्कृष्टं पात्रम् । ततस्तद्भक्त्या प्रकृष्टं पुण्यं बध्यते । तेन शारीरिकमानसिक-भौतिकाऽध्यात्मिकैहिकाऽऽमुष्मिकानि सर्वकल्याणानि प्राप्यन्ते । इत्थं द्रव्यस्तवोऽपि सर्वसम्पत्तिप्रापकः । ननु यदि द्रव्यस्तवः सर्वसम्पत्तिप्रापकस्तहि भावस्तवेन માત્ર પરલોકમાં જ સુખ નથી આપતા, પણ આ ભવમાં પણ તેના પ્રભાવથી બધા કલ્યાણો મળે છે અને બધા વિઘ્નો નાશ પામે છે. શ્રીપાળે ઉત્કૃષ્ટ ભાવથી પ્રભુભક્તિ કરી. પરિણામે તેમનો કોઢ રોગ નાશ પામ્યો અને તેમને રાજય મળ્યું. જિનભક્તિથી મનના સંક્લેશો દૂર થાય છે, શરીરના બધા રોગો ક્ષય પામે છે અને બધી આપત્તિઓ અને ઉપદ્રવો નાશ પામે છે. જિનભક્તિથી મન પ્રસન્ન થાય છે. તે ક્યારેય વિષાદ પામતું નથી. તેથી બીજી આરાધનાઓ પણ પ્રસન્નતાથી થાય છે. મોર આવે એટલે બધા સર્પો દૂર જાય છે. એમ હૃદયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય એટલે તેની ભક્તિથી બધા દોષો નાશ પામે છે. મોટી શાંતિમાં કહ્યું છે - પરમાત્મા પુજાયે છતે ઉપસર્ગોનો ક્ષય થાય છે, વિપ્નોની વેલડીઓ છેદાય છે અને મન પ્રસન્ન થાય છે. ઉપદેશતરંગિણીમાં પણ શ્રીરત્નમંદિરમણિજીએ આ વાત કહી છે. પરમાત્મા સૌથી શ્રેષ્ઠ પાત્ર છે. તેથી તેમની ભક્તિથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે. તેનાથી શારીરિક, માનસિક, ભૌતિક, આધ્યાત્મિક, આલોક સંબંધી અને પરલોક સંબંધી બધા કલ્યાણો મળે છે. આમ, દ્રવ્યસ્તવ પણ બધી સંપત્તિ આપનાર છે. પ્રશ્ન - જો દ્રવ્યસ્તવ બધી સંપત્તિ આપનાર હોય તો ભાવસ્તવની શું જરૂર છે?
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy