________________
९६
सुचारित्रचर्ययाऽऽज्ञापालनं भवति
योगसार : १/२८
I
वर्धनीयाः । तेन प्रभूतः पुण्यबन्धो विपुला च कर्मनिर्जरा भवति । यद्यपि वीतरागः परमात्मा स्वभक्त्या न तुष्यति नाऽपि कस्मैचित्किञ्चिद्ददाति तथापि तद्भक्तास्तद्भक्तिपुण्येन सर्वमिष्टं विनाऽऽयासेन प्राप्नुवन्ति । परमात्मनो जिनालयानि बिम्बानि च निर्मातव्यानि । जीर्णानां जिनालयानामुद्धारः कर्त्तव्यः | जिनबिम्बानामङ्गरचना कर्त्तव्या । जिनालयमलङ्कर्त्तव्यम्। परमात्मनः पुरो गीत-नृत्य - नाट्यादीनि कर्त्तव्यानि । इत्थं विविध-प्रकारैः परमात्मभक्तिः कर्त्तव्या । हृदि परमः परमात्मबहुमानो धर्त्तव्यः वर्धनीयश्च । परमात्मन उपदेशः श्रोतव्यः । तस्य पालनं कर्त्तव्यम् । जिनागमा लेखनीया: । जिनशासनस्य प्रभावना कर्त्तव्या । इत्थं परमात्मन पूजादयः कर्त्तव्या: ।
(४) सुचारित्रचर्ययाऽऽज्ञापालनं भवति । निरतिचारं विशुद्धं चारित्रं पालनीयम् । सर्वप्रयत्नेन दोषा वर्जनीयाः । अतिचारा गुरोः पुर आलोचयितव्याः । तेषां प्रायश्चित्तं ग्राह्यमनुष्ठेयञ्च । समितिगुप्तिषूपयुक्तैर्भवितव्यम् । षोडश भावना भावनीयाः । महाव्रतानि सम्यक्पालनीयानि। स्वाध्याय - तपो - वैयावृत्त्य - जिन भक्त्यादिभिः साधनाभिश्चारित्रजीवनं
1
પૂજાથી હૃદયમાં ભાવ વધારવા. તેથી ઘણો પુણ્યબંધ અને ઘણી કર્મનિર્જરા થાય છે. જો કે વીતરાગ પરમાત્મા પોતાની ભક્તિથી ખુશ થતાં નથી અને કોઈને કંઈ આપતાં નથી, છતાં પણ તેમની ભક્તિ કરનારા તેમની ભક્તિથી પેદા થયેલ પુણ્યથી બધી ઇષ્ટ વસ્તુઓ મહેનત વિના મેળવે છે. પરમાત્માના જિનાલયો અને જિનપ્રતિમાઓના નિર્માણ કરાવવા. જીર્ણ જિનાલયોનો ઉદ્ધાર કરવો. પરમાત્માની આંગી કરવી. જિનાલય શણગારવું. પરમાત્માની આગળ ગીત, નૃત્ય અને નાટક કરવા. આમ વિવિધ રીતે પરમાત્માની ભક્તિ કરવી. હૃદયમાં પરમાત્મા પ્રત્યે શ્રેષ્ઠ બહુમાન ધરવું અને વધારવું. પરમાત્માનો ઉપદેશ સાંભળવો. તેનું પાલન કરવું. જિનાગમો લખાવવા. જિનશાસનની પ્રભાવના કરવી. આમ પરમાત્માની પૂજા વગેરે કરવા.
(૪) ચારિત્રનું સુંદર પાલન કરવાથી આજ્ઞાનું પાલન થાય છે. અતિચાર વિનાનું વિશુદ્ધ ચારિત્ર પાળવું. બધા પ્રયત્નોપૂર્વક દોષો ટાળવા. ગુરુમહારાજની સમક્ષ અતિચારોની આલોચના કરવી. તેમનું પ્રાયશ્ચિત્ત લેવું અને વહન કરવું. સમિતિ-ગુપ્તિના પાલનમાં ઉપયોગ રાખવો. સોળ ભાવનાઓ ભાવવી. મહાવ્રતો સારી રીતે પાળવા. સ્વાધ્યાય-તપ-વૈયાવચ્ચ-જિનભક્તિ વગેરે સાધનાઓ વડે