SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/२३ परमात्माज्ञा द्वादशाङ्गार्थसारभूता ७९ पुञ्जेन लेख्यं १, द्वितीयं द्वाभ्यां २, तृतीयं चतुर्भिः ४, चतुर्थम् अष्टभिः ८, पञ्चमं षोडशभिः १६, षष्ठं द्वात्रिंशता ३२, सप्तमं चतुःषष्ट्या ६४, अष्टमं अष्टाविंशत्यधिकशतेन १२८, नवमं षट्पञ्चाशदधिकशतद्वयेन २५६, दशमं द्वादशाधिकैः पञ्चभिः शतैः ५१२, एकादशं चतुर्विंशत्यधिकेन सहस्रेण १०२४, द्वादशं अष्टचत्वारिंशदकिया द्विसहस्त्रया २०४८, त्रयोदशं षण्णवत्यधिकया चतुःसहस्त्रया ४०९६, चतुर्दशं च अष्टसहस्त्रया द्विनवत्युत्तरशताधिकया ८१९२, सर्वाणि पूर्वाणि षोडशभिः सहस्त्रैस्त्र्यशीत्यधिकैस्त्रिभिः शतैश्च १६३८३ हस्तिप्रमाणमषीपुञ्जर्लेख्यानि । (१)' इत्थं द्वादशाङ्ग्यतिविशाला । तस्या अर्थतः प्ररूपकः परमात्मा । गणधरैस्तु सा सूत्ररूपेण गुम्फिता । सम्प्रति पञ्चमारके वयं द्वादशाङ्गीप्रतिपादितां सम्पूर्णां परमात्माऽऽज्ञां पलयितुमक्षमाः । पूर्वोक्ता परमात्माऽऽज्ञा द्वादशाङ्ग्याः सारभूता । सम्पूर्णं भोजनं भोक्तुमक्षमेन यदि सारो भुज्यते तर्ह्यपि स पुष्टिं प्राप्नोति । सम्पूर्णं ग्रन्थं पठितुमक्षमेन यदि सारः पठ्यते तर्ह्यपि सोऽवगततत्त्वो भवति । एवं द्वादशाङ्गीप्रतिपादितां सम्पूर्णां परमात्माज्ञां पालयितुमक्षमैस्तत्सारभूता परमात्माऽऽज्ञा पाल्यते तर्ह्यपि ते कर्मनिर्जरालाभं प्राप्नुवन्ति। છઠ્ઠ પૂર્વ બત્રીશ પુંજથી, સાતમુ પૂર્વ ચોસઠ પુંજથી, આઠમુ પૂર્વ ૧૨૮ પુંજથી, નવમુ પૂર્વ ૨૫૬ પુંજથી, દસમુ પૂર્વ ૫૧૨ પુંજથી, અગિયારમું પૂર્વ ૧,૦૨૪ પુંજથી, બારમુ પૂર્વ ૨,૦૪૮ પુંજથી, તેરમુ પૂર્વ ૪,૦૯૬ પુંજથી, ચૌદમુ પૂર્વ ૮,૧૯૨ પુંજથી લખાય એટલુ છે. બધા પૂર્વે ૧૬,૩૮૩ હાથી પ્રમાણ સાહીના પુંજોથી લખાય એટલા છે. (૧)’ આમ દ્વાદશાંગી ખૂબ વિશાળ છે. તેના અર્થથી પ્રરૂપક પરમાત્મા છે. ગણધર ભગવંતોએ તો તેને સૂત્રરૂપે ગૂંથી છે. હાલ પાંચમા આરામાં આપણે દ્વાદશાંગીમાં કહેલી પરમાત્માની સંપૂર્ણ આજ્ઞાને પાળવા સમર્થ નથી. પૂર્વે કહેલી પરમાત્માની આજ્ઞા દ્વાદશાંગીના સારભૂત છે. સંપૂર્ણ ભોજન ખાવા અસમર્થ મનુષ્ય જો સાર વસ્તુ ખાય તો પણ તેનું શરીર પુષ્ટ થાય છે. સંપૂર્ણ ગ્રન્થ ભણવા અસમર્થ મનુષ્ય જો સારને ભણે તો પણ તેને તે ગ્રન્થના તત્ત્વોનું જ્ઞાન થાય છે. એમ દ્વાદશાંગીમાં કહેલી પરમાત્માની સંપૂર્ણ આજ્ઞાને પાળવા અસમર્થ જીવો જો તેના સારભૂત પરમાત્માની આજ્ઞાને પાળે તો પણ તેઓ કર્મનિર્જરાના લાભને પામે છે.
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy