________________
ગાથા ૫ મો]
સંવત્સરી પલટાવા છતાં તેનું પર્વતિથિપણું પલટાયું નથી !' આ વાતમાં કણ ના પાડે છે? મુદ્દાની વાત એ છે કેસંવત્સરી ભાદરવા સુદ ૪ ની તિથિએ નિયત થવાથી પંચમી કરતાં પણ એથે હેટી પર્વતિથિ છે. તેની આગળ પાંચમ તે મરેલી માતા તુલ્ય છે, એવું આ શાસ્ત્રકારે શ્રી કલ્પ કિરણાવલીમાં પણ કહ્યું છે.
(પ્રશ્ન)-તેથી શું?
(ઉત્તર)-તેથી એજ કે-જેમ પુનમનો ક્ષય ચૌદશને દિવસે માની લેવામાં આવે છે, તેમ પંચમીને ક્ષય ચોથમાં સમાવી દેવાય છે. સામાન્ય કલ્યાણતિથિઓના પ્રસંગમાં પણ જ્યારે આગલી ક્ષીણતિથિની આરાધના પૂર્વ-કલ્યાણકતિથિની આરાધના ભેગી આવી જતી હોવાને સિદ્ધાંત શાસ્ત્રમાં સાબીત કર્યો છે, (જૂઓ પાછળ) ત્યારે સંવત્સરીની ચોથ આગળ આવેલી પાંચમના ક્ષયને એથમાં જ અંગીકાર કરી લેવું પડે એમાં સંદેહને સ્થાન જ નથી. સાથે આવેલી એક કરતાં વધુ પર્વતિથિઓમાં જ્યારે આગલી તિથિને ક્ષય આવ્યો હોય, ત્યારે આમજ કરવું પડે તેને ખૂલાસે અમે પાછળ ખૂબ ખૂબ કરી ગયા છીએ. (જુઓ પાછળ “સાથે આવેલી પર્વતિથિઓ અંગે ખૂલાસ.') મતલબ એ છે કે-પાંચમને ક્ષય હોવા છતાં ચોથને દિવસે તે સંપૂર્ણ વિદ્યમાન છે. એ કારણથી એક જ દિવસે
૩૮-“રિત્યજ્ઞ ર્થનાદતન વૃતમાતૃui vશ્ચમન” -તીર્થે નહિ આદરવાથી મરેલી માતા તુલ્ય પાંચમને તું છોડી દે. (શ્રી રાuિrrછી છુ૨૬)