________________
-
૧ ૧ ૧ ૧ ૧ ૧ -
-
- - -
- -
- -
- - -
-
-
-
ગાથા ૨-૩] છે. એથી ઉપરોક્ત શેષ પર્વતિથિઓની ઉપેક્ષા થતી નથી. ભવ્યાત્માઓનું એ કર્તવ્ય છે કે-એ પર્વતિથિઓને પણ આરાધવા માટે જરૂરી લક્ષ આપવું || ૨ || ગાથા ૩ છેઃ તપ ઉપરાંત જિનચંદન તથા સાધુવંદનની પણ
અવશ્ય કર્તવ્યતા.
ઉપલી ગાથામાં જણાવેલ પ્રાયશ્ચિત્તની હકીકતને વિશેષ પુષ્ટ બનાવવા માટે તેમજ વિશેષ કર્તવ્યતા જણાવવા માટે પ્રથકાર નીચલી ગાથા ફરમાવે છે – जिणहरजिणबिंबाइं सव्वाइं साहुणो य सव्वे वि। नो वंदइ पच्छित्तं पुव्वुद्दिढेसु पव्वेसु ॥३॥
(પ્ર.)-પૂર્વોકત ગાથામાં જણાવેલ અષ્ટમી-ચતુર્દશી-ચાતુમસી અને સંવત્સરી દિવસે સર્વ જીન મંદિરમાં શ્રી જિન પ્રતિમાને અને સર્વ સાધુઓને પણ જે ન વાંદે તે પ્રાયશ્ચિત આવે.
૧૫-શ્રી ઋષભદેવ કેસરીમલજીની પેઢી તરફથી પ્રકાશિત થયેલ આ ગ્રંથની પ્રતમાં પ્રસ્તુત ગાથાનું અવતરણ પણ નથી અને “વિપત્તિ જાથા નિવ” શિવાય વધુ કશી ટીકા પણ નથી. લાગે છે કે એના શ્રીમાન સંશોધકે બીજી પ્રતે મેળવવાની તસ્દી લીધી નહિ હોય. અથવા પ્રતોમાં જે પાઠ છે તેના ઉપર તેમની નજર પડી નહિ હોય. અમારી પાસે સ્વર્ગસ્થ પરમ ગુરૂદેવ આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીએ કરાવેલી તેમજ સ્વયં શોધેલી પ્રેસકોપી અને છાણ તથા ખંભાત આદિ ભંડારની અન્યાન્ય પ્રત મૌજુદ છે. તેમાં આ ગાથાના અવતરણને પાઠ નીચે પ્રમાણે છે –