________________
ગાથા ૩૭–૩૮ મી]
૨૨૫
હોય તો ત૫ જુદા કરી શકાવા છતાં, આરાધન તે જે તિથિને દિવસે એના ભાગની સમાપ્તિ થતી હોય તે દિવસે જ માન્ય કરવું જોઈએ. વૃદ્ધિ થઈ હોય ત્યારે, તેના ભાગની સમાપ્તિ બીજે દિવસે થતી હોવાથી બીજે દિવસે આરાધવી જોઈએ. પણ જેની ક્ષય અને વૃદ્ધિ હોય, તેને બદલે પૂર્વ તિથિની કિંવા તેનાથી પણ પૂર્વે આવેલી તિથિની ક્ષયવૃદ્ધિ કરીને, જે દિવસે તિથિને ભેગ સમાપ્ત થતું ન હોય અથવા મુદ્દલે ન હોય, તે દિવસે તેનું કાર્ય કરવું, ઉદય તિથિને ભંગ કરે, પુનમે પબિ માનવી, ઈત્યાદિ સઘળું શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી વિપરીત છે. તે જાણવા છતાં તેને ત્યાગ નહિ કરે એ ભયાનક પાપદશા છે. તેનું સ્વરૂપ નીચેની ગાથાઓમાં જણાવાય છે. ૩૬
ગાથા ૩૭ મી: નહિ છોડનારાઓનું સ્વરૂપ जातेसिं अम्हाणं,आयरियाणं गई वि परलोए। सा अम्हाण वि हुज्जा, अहियाधम्मा ममाउ जओ॥
(પ્ર)-“આ લોકમાં તો શું પણ પરલોકમાં યે અમારા તે આચાર્યોની જે ગતિ થાય તે અમારી પણ થાઓ, કારણ કે ધર્મ હેતુઓ કરીને તેઓ અમારાથી અધિક છે-પૂજ્ય છે. આવી તેઓની મનેદશા હોય છે. ૩ળા.
ગાથા ૩૮ મી : એ મનોદશાનું હલકટપણું, ते अप्पाणं रयणं, मुणंति कुप्पत्थरा विहीणयरं। उस्सुत्तभासगाओ, जं अत्तंहीणमवि बिंति ॥३८॥