________________
ગાથા ૩૦ મી]
૨૧૧
તપણું થઈ જાય. તેમ થવાથી તેની અઠ્ઠાઇનું પણ અનિયમિતપણું જ થઈ જાય. તેમ થાય તે પછી દેવતાઓ શાશ્વત સંવત્સરી પર્વને અઠ્ઠાઈ ઉત્સવ ક્યાં કરે? અને શ્રી જીવાભિગમમાં કહ્યું છે કે-૮ ચોમાસી તથા શ્રી પર્યુષણ અઠ્ઠાઈઓમાં ઘણા ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવતાઓ મહા મહિમા કરે છે.” માટે સંવત્સરી પર્વમાં અધિક માસને પ્રમાણ માનવો તે શાસ્ત્રવિરૂદ્ધ છે. અધિક વિસ્તાર જેવાની ઈચ્છાવાળા મહાશયોએ શ્રી વિચારામૃત સંગ્રહ આદિમાંથી જોઈ લે તેરા
ગાથા ૩૦ મી પંચકહાનિ સાભિગ્રહિક. “પાંચ પાંચ દિવસની હાનિના ક્રમે પહેલાં પર્યુષણા કરાતી હતી. તો કલ્પસૂત્રના અપવાદિક પાઠ સાથે શી રીતે વિરોધ આવે?” ' એ શંકા દૂર કરવા માટે પૂર્વે કહેલી વાત મૂળ ગાથામાં ફરમાવે છે– जं पुण पज्जोसवणं, पंचगहाणिं करिंसु मुणिवसहा । तं पिय साभिग्गहियं, अण्णह अट्टाहियाऽणियमो॥
(પ્ર.)-ઉત્તમ મુનિઓ જે પાંચ પાંચ દિવસની હાનિથી અનિયત પર્યુષણ કરતા હતા, તે પણ સ્વાભિગ્રહીત અવસ્થાન રૂપ સમજવું પણ બીજું નહિ. નહિ તે સંવત્સરી રૂપ પર્યુષણ અઠ્ઠાઈનું અનિયમિતપણું થઈ જાય. આનો ભાવાર્થ ઉપલી ગાથામાં કહી દીધું છે. અહીં ગાથામાં જે ભૂતકાળની પ્રક્રિયા બતાવી છે, તેથી શાસ્ત્રકાર સૂચવે છે કે-“આધુનિક કાળના સાધુઓ માટે પાંચ-પાંચ
४८-" तत्थ णं बहवे भवणवइवाणमंतरजोइसियवेमाणिया तिहिं चउमासिएहिं पज्जुसवणाए वा अठ्ठाहियाओ महामहिમાગો તિ” ત્તિ ગવામિનામવચનો(g. ર૪)