SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦. [ તવતરે ભેદથી ચૂલાઓ ચાર પ્રકારની છે. કુકડાના માથે રહેલી ચૂલા વિગેરે દ્રવ્યચૂલા કહેવાય છે. મેરૂપર્વતની ચાલીશ એજન-પ્રમાણ ચૂલા ક્ષેત્રચુલા કહેવાય છે. એક યુગમાં ત્રીજા-પાંચમા વર્ષમાં જે અધિક માસ આવે તે કાલચૂલા ગણાય, અને શ્રી દશવૈકાલિકની બે ચૂલાઓ ભાવચૂલા કહેવાય.” આ ચૂલાઓનું પ્રમાણ ચૂલાવાળા પદાર્થથી કાંઈ જુદું ગણવામાં આવતું નથી. જેમ લાખ જેજન પ્રમાણ મેરૂ પર્વતના પ્રમાણથી તેની ચૂલાનું પ્રમાણ જુદું કહેવામાં આવતું નથી તેમ. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે-માસની વૃદ્ધિ પણ શ્રી જૈનશાસ્ત્રકારોને માન્ય છે. તેમાં પ્રથમ માસ અધિક તરીકે ગણાઈ નિરૂપયેગી રહે છે. બીજે માસ પ્રમાણભૂત ગણાય છે. તે જ પ્રમાણે કઈ પણ પર્વતિથિની વૃદ્ધિ થઈ શકે છે. તેમાં પહેલી તિથિ ખાલી રહે છે. એને જ ફિલ્થ કહેવાય છે, બીજી તિથિ પ્રમાણભૂત થાય છે. તે જ દિવસે તે પર્વનું આરાધન કરાય છે. આ નિયમ પ્રમાણે માસવૃદ્ધિ માનનારાઓએ તિથિવૃદ્ધિ પણ માનવી જોઈએ અને તેને બદલે પૂર્વ તેમ જ પૂર્વતર તિથિની વૃદ્ધિ નહિ જ કરવી જોઈએ. મારા ગાથા ૨૩ મી : લૈકિકમાં અધિક માસની અપ્રમાણતા. પૂર્વે કહેલી વસ્તુને સૂત્રમાં જ દેખાડવાની ઈચ્છા રાખતા શાસ્ત્રકાર પ્રથમ લૌકિક ઉદાહરણને સચવનારી ગાથા કહે છેलोए पमाणचिंताकरणे दीवुच्छवम्मि भूदोहे। चिंतिज्जइ नोअहिओ अक्खयतइयाइपव्वेसु॥२३॥
SR No.022246
Book TitleParv Tithi Prakash
Original Sutra AuthorN/A
AuthorJambuvijay Gani
PublisherShah Khubchand Panachand
Publication Year1937
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy