________________
૧૯૨
[ તવતર૦,
જ કહેવું સિદ્ધ થયું “ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન છે ”-એ ન્યાય અહીં આગળ લાગુ પડી શકે છે, કારણ કે-શ્રી કાલિકરિ મહારાજની આચરણાથી સિદ્ધ થયેલી ચોથની સંવત્સરી અને ચૌદશની ચોમાસીને, જે પાછી પાંચમ તથા પુનમે કરવામાં આવે તે ભૂલ સૂત્રનો જ વિરોધ આવે છે. માટે જ તેમના વચન પ્રમાણે નહિ વર્તવાથી આજ્ઞા અને આચરણ બનેની વિરાધનાનો દેશ તમને આવે છે.
ક્ષીણ થવું એટલે? વળી અમે તમને બીજું પુછીએ છીએ કે– તિથિનું ક્ષીણ થવું એટલે શું? પિતાનું સ્વરૂપ જ નહિ પામવું તે, કે સ્વરૂપ પામ્યા છતાં સૂર્યોદયમાં નહિ આવવું તે, કે સૂર્યોદયને પામ્યા વિના સમાપ્ત થવું તે, કે પૂર્વસૂર્યોદયને નહિ પામીને ઉત્તરસૂર્યોદયને પણ નહિ પામવું તે ?” જો તમે પ્રથમ વિકલ્પ પ્રમાણે ઉત્તર આપશે કે તિથિનું ક્ષીણ થવું એટલે પિતાનું સ્વરૂપ જ નહિ પામવું તે, તો અસંભવ હોવાથી તમારે ઉત્તર અયોગ્ય છે. ગગનકુલની માફક સ્વ-સ્વરૂપને નહિ પામેલી તિથિ કઈ દિવસ ગણનામાં આવી શકતી જ નથી. ક્ષીણતિથિ પણ ગણાય છે તે ખરી જ. તેથી તે સ્વ-સ્વરૂપ પામેલી છે પણ ન પામી હોય તેવું નથી. હવે શબ્દથી જુદા જુદા છતાં અર્થથી એકસરખા એવા બાકીના ત્રણ વિકલ્પ સ્વીકારીને, જે તમે ઉત્તર આપે તો તે પ્રમાણે ક્ષીણતિથિનું સત્ત્વ તો સિદ્ધ થઈ જ ચુકયું. હવે પ્રશ્ન એ રહે છે કે તેની સ્થિતિ પૂર્વ તિથિમાં છે કે ઉત્તરતિથિમાં ?” જે પૂર્વતિથિમાં માને, તો તમને માન્ય એવી તે તિથિને છોડીને ક્ષીણતિથિ પ્રસંગે ઉત્તરતિથિને લેવા શું કામ વ્યવસાય કરે છે ? જગતમાં અંધપુરૂષ પણ પિતાની ઈષ્ટ વસ્તુ છોડી દઈને તેની બુદ્ધિથી બીજી વસ્તુને ગ્રહણ કરવા માટે ઘેલે થતું નથી. જો તમે એમ કહો કે-“ક્ષીણતિથિનું સત્ત્વ ઉત્ત