________________
૧૮૭
ગાથા ૧૯ મી]
માટે’–એમ જો કહેતા હૈ। તે અમે એજ ગાથાના અર્થપ્રકાશનમાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે, તથાપિ જરા ફરીથી કહીએ છીએ તે સાંભળેા. જે વખતે પહેલે દિવસે પહેલી તિથિ સાહ ઘડી પ્રમાણ હોય છે અને તે પછી બીજે દિવસે તેની તે જ ખીજી તિથિ એકાદિ અધિક ઘડી હોય છે, તે વખતે સાઠે ઘડી પ્રમાણુ વારલક્ષણ એક દિવસ તે પહેલી તિથિમાં પસાર થયેા, પણ બાકી રહેલી એકાદિ ઘડી ખીજે દિવસે ભેગવાય છે; એને વૃદ્ધિ કહેવામાં આવે છે. મૂળ તિથિથી કાષ્ઠ જુદી વસ્તુ વધતી નથી, કેમકે-તે વધેલા અંશ તે જ તિથિના બાકી રહેલા ભાગ છે. તે વિના આજે તિથિ પૂરી થઈ એમ શી રીતે કહી શકાય ? અસંખ્યાત પ્રદેશવાળા આ જીવાત્મામાંથી થોડા પ્રદેશે! આપણે આપણી કલ્પનાથી ખસેડી દઇએ, તેા શું તે વિના બાકીના પ્રદેશવાળા આત્મા વસંજ્ઞા પામી શકશે ? નહિ જ. આપણે લઈ લીધેલા પ્રદેશાને જો મેળવી દઈએ તે તે જીવસ જ્ઞા ખચિત મેળવી શકે છે. એ પ્રમાણે અહીં પણ વિચારા. કાંઈ શકા જેવું રહેશે નહિ
પુનમ અને પાંચમના ક્ષયે તમે તેરસ અને ત્રીજે ચૌદશ અને ચેાથ મનાવે! તે પણ અસત્ય વચન છે. કેમકે તે દિવસે એ તિથિએ પૂર્ણ થઇ નથી. તેની ખાકી રહેલી ઘડીએ બીજે દિવસે ઉદયમાં આવે છે. તે વિના આજે ચૌદશ કે ચેાથ થઈ’ એમ તમારાથી કેમ જ કહી શકાય ?
અલ્પ ગણાય કે ન ગણાય. ?
તમે કદાચ એમ કહેશેા કે-‘અલ્પ હોવાથી અમે તેની વિવક્ષા કરતા નથી.’ તે તમારૂં આ કથન પણ અયેાગ્ય છે. કેમકે—એવી વિવક્ષા રાખવાથી સૂર્યોદય વખતે જ્યાં એકાદિ ઘડી તિથિ છે, ત્યાં આજે અમુક તિથિ છે,' એમ તમારાથી ખેલી શકાશે નહિ. આથી