________________
^^^
^^^^^^^
^^^^^^
૧૬૮
[ તત્વતરં છે તેમ બીજી પણ જોડાજોડ આવતી અનેક પર્વતિથિઓમાં તમારે પૂર્વતર-પૂર્વતરની જ ક્ષયવૃદ્ધિ માનવી પડશે, જે માનવાથી તમને પાછળ આપેલા અવ્યવસ્થાજનક બે ભયંકર અનવસ્થા દેશે આવશે. એક દાખલા તરીકે વિચાર કરવાથી જણાશે કે–પાછળ જણાવ્યા મુજબ જ્યારે વૈશાખ સુદ પૂનમની ક્ષયવૃદ્ધિ હશે, ત્યારે તમારે વૈશાખ સુદ ૬ ને ક્ષય અને વૃદ્ધિ બનાવી બધી ઉદયતિથિઓને ફેરવવી પડશે, અને તે તદ્દન શાસ્ત્રવિરૂદ્ધ છે, માટે રૂઢી તથા યુક્તિથી વિરૂદ્ધ ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ કરી ચુથ પલટાવવી, તે પણ સત્યવાદને છેઠી મિથ્યાવાદને ભજવા બરાબર છે.
માસવૃદ્ધિ માફક તિથિવૃદ્ધિ પણ પચાવો. ભાગ્યવાન ! માસી કે જે ફાગણ, આષાઢ અને કાર્તિક માસમાં થાય છે, સંવત્સરી કે જે ભાદરવા માસમાં થાય છે, એવાં માસપ્રતિબદ્ધ કાર્યોમાં જ્યારે માસવૃદ્ધિ થયેલી હોય, ત્યારે શાસ્ત્રની રીત પ્રમાણે આખા પ્રથમ માસને તમે નપુસક માનીને બીજા માસમાં તે તે કાર્યો કરે છે. ત્યાં તમે તે માસને બદલે પૂર્વ કે પૂર્વતર મહિનાની વૃદ્ધિ માનતા નથી. આખા માસની વૃદ્ધિ જ્યારે તમને પચી શકે છે, ત્યારે એક તિથિની વૃદ્ધિ પચાવવી તમને કેમ આટલી બધી અઘરી લાગે છે? તે અમે સમજી શકતા નથી. શાસ્ત્રકારના નિયમ પ્રમાણે આ માસ જેમ અભિવર્ધિત રહે છે અને બીજે માસ ઉપગમાં આવે છે, તેમ