________________
vvvvv,
[તત્ત્વતરે કારવી જોઈએ. વિશેષ પાંચમ પર્વતિથિ છે એની વૃદ્ધિ તમને ખટકે છે ને?
(પ્રશ્ન)-હા.
(ઉત્તર)–અને તેથી જ તમે તેને બદલે ચોથની વૃદ્ધિ કહેવા માગે છે ને?
(પ્રશ્ન)-હા, એમજ છે, (ઉત્તર)–ત્યારે શું ચોથ એ પણ પર્વતિથિ નથી ?
(પ્રશ્ન)- છે, અને તે પણ પાંચમ કરતાં મેટી પર્વ. તિથિ છે.
(ઉત્તર)-અને તેની વૃદ્ધિ કરીને તમે સંવત્સરી-કૃત્ય તે બીજી ચોથે જ કરવાના અને પહેલી ચોથને તે ફલ્યુ જ માનવાનાને?
(પ્રશ્ન)-હા, એમ જ માનવાના.
(ઉત્તર)–અરે મહાનુભાવ! ચોથ જેવી પર્વતિથિની વૃદ્ધિ નહિ હોવા છતાં તમે આટલું બધું કરે છે, ત્યારે તેના કરતાં પાંચમની વૃદ્ધિ જે છે તેને જ પહેલી-બીજી રાખે ને? નાહક સત્યવાદ છેઠીને મિથ્યાવાદ શું કામ કરે? ચોથની વૃદ્ધિ હોય નહિ છતાં કહેવી અને પહેલી-બીજી કરવી એ કેવળ મૃષાવાદ જ છે.
રૂઢી અને યુકિતથી વિરૂદ્ધ - (પ્રશ્ન)-તે પછી પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ માનનાર માટે પણ એ જ હાલત છે. તેને તમે વિશેષ શું કહેવા માગે છે?