________________
ગાથા ૧૭ મી ]
૧૪૯
•
-
-
-
-
-
,
વૃદ્ધિ પ્રસંગે છઠ્ઠ આદિ (પ્રશ્ન)-તમારું કહેવું સત્ય છે. પણ પુનમ-અમાસ આદિ બે રહેશે તે ચૌદશ-પુનમને છઠ્ઠ શી રીતે થશે?
(ઉત્તર-એમ કેમ પૂછવું પડયું?
(પ્રશ્ન) છઠ્ઠમાં ચૌદશ અને પુનમ રહેવી આવશ્યક છે ને?
(ઉત્તર)-પુનમને ક્ષય હોય છે ત્યારે શાસ્ત્રકારે શું કહ્યું છે?
(પ્રશ્ન)-ત્યારે તે તેરસ-ચૌદશ, અથવા તેરસ ભૂલે તે ચૌદશ-પડવે કરવા જણાવ્યું છે.'
(ઉત્તર)-આમાં પુનમ સાથે રહી છે? (પ્રશ્ન)-ના.
(ઉત્તર)-ત્યારે સમજે કે–પુનમની જ્યારે ક્ષયવૃદ્ધિ હોય ત્યારે છઠ્ઠમાં ચૌદેશ સાથે તે રહેવી જ જોઈએ એવું આવ. શ્યક નથી. ક્ષયવૃદ્ધિ ન હોય ત્યારે ચૌદશ-પુનમને છડું થાય, ક્ષય હોય ત્યારે તેરસ-ચૌદશ અથવા ચૌદશ-પડવે થાય અને વૃદ્ધિ હોય ત્યારે માસી ચૌદશની હોવાથી તેરસચૌદશને છઠ્ઠ કરી પહેલી પુનમે પારણું થાય. બીજી પૂનમે પૂનમને ઉપવાસ આદિ કરવું હોય તે થાય. જ્યારે પૂનમની
માસી હતી ત્યારે ચૌદશે પફિખને ઉપવાસ થાય, પહેલી પૂનમે પારણું થાય અને બીજી પૂનમ તથા એકમને છઠ્ઠ થાય. એમાં શંકા જેવું કાંઈ પણ નથી.