________________
ગાથા ૧૭ મી ]
૧૨૧ (પ્રશ્ન) પણ અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ માની લઈએ, તે પણ તે દિવસે ક૫ધર આવી શકશે ને ?
| (ઉત્તર)જો તમે તેરસની ક્ષય-વૃદ્ધિ માની લે, તે કલ્પધરના છઠને અંગે પ્રશ્ન ઉપસ્થિત થઈ શકતું નથી. (પ્રશ્નો-કેમ
તેરસને ક્ષય કરવાથી બાધ. (ઉત્તર)–કારણ કે–અમાસના ક્ષયે તમે તેરસને ક્ષય કરી લેશે, એટલે ચૌદશે કલ્પધર આવી શકશે નહિ. અગીયારસે અઠ્ઠાઈને પહેલે દિવસ, બારસ બીજે દિવસ, તેરસને તમે ક્ષય કર્યો છે એટલે ચૌદશે ત્રીજો દિવસ થયે અને અમાસને ક્ષય છતાં તમે આખી રાખી છે, તેથી અમાસે જ ક૫ધર આવ્યું.
(પ્રશ્ન)-આ પ્રમાણે ભલે ચૌદશે કહપધર ન આવે તેથી શું વાંધો?
(ઉત્તર)-વધે એ જ કે-છઠ્ઠને પ્રશ્ન જે થયે છે તે, ચૌદશ-અમાસ ખાધાવાર આવી જાય અથવા અમાસ ઉઠી જાય ત્યારે છઠ્ઠ શી રીતે લે, છઠ્ઠમાં અમાસ લેવી આવશ્યક છે કે નહિ” એ શંકાને લીધે થયે છે. તમે તે તિથિને ઉભી રાખી, બદલે બીજી તિથિનું કાસળ કાઢયું, ચૌદશ-અમાસ બેને સાથે લાવ્યા. હવે છઠ્ઠના પ્રશ્નને અવકાશ જ ક્યાં છે? સાધારણ પ્રસંગે ચૌદશ-અમાસને છઠ્ઠ જેમ થાય છે તેમ અહીં પણ થઈ શકશે.