________________
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ * * *
* *
૧૧૨
[તવતરે દિવસે કે જ્યારે તિથિને ભોગ બહુ અલ્પ બાકી રહેલે હેય ત્યારે કરવું જોઈએ નહિ.
વાદીની પૂનમે પકિખ કરવાની માન્યતા જેમ બેટી હતી, તેમ આ માન્યતા પણ ખોટી છે. તે માટે ગ્રન્થકાર મહારાજ પૂર્વાર્ધમાં ફરમાવે છે કે
“વૃદ્ધિમાં આજે તિથિ સંપૂર્ણ છે એવી ભ્રાતિ સેવીને પૂર્વ તિથિ ગ્રહણ કરવી જોઈએ નહિ, પરંતુ ઉત્તરતિથિ એટલે બીજે દિવસે જ્યાં એ સમાપ્ત થાય છે તે જ ગ્રહણ કરવી જોઈએ.”
ઉત્તર તિથિની સિદ્ધિ. કારણ કે-તિથિનું વધવું એટલે શું?
બેવડું સ્વરૂપ પામવું' એમ તમારું કહેવું છે? કે “અધિક સૂર્યોદયને પામવું” એમ તમારું કહેવું છે? કે “બે સૂર્યોદયને પામવું એમ તમારું કહેવું છે? કે બીજા સૂર્યોદયને પામી તેનું સમાપ્ત થવું એમ કહેવું છે ?
આ ચારમાંથી જે તમે પહેલે ઉત્તર આપશે તે તેમ હોવું અસંભવિત છે, કેમકે- બેવડું સ્વરૂપ પામવું એટલે બે દિવસની જે ૧૨૦ ઘડી થાય તેટલી ઘડીપ્રમાણુ તે તિથિનું થવું તે છે. આટલી મોટી તિથિ કેઈ કાળે બની શકતી જ નથી. તિથિનું ઘડીપ્રમાણ વધી–વધીને લગભગ ૬૫ ઘડી સુધી વધે છે, એથી વધારે જ્યોતિ ષના હિસાબે પણ વધી શકતું નથી, આથી તમે જે બાકીના ત્રણ ઉત્તરો કહેશે, તે તે ત્રણેને ભાવ એ છે કે- બીજી તિથિઓ કરતાં આ તિથિનું એકાદિ ઘડી અધિક હેવું.”
મતલબ-તિથિની વૃદ્ધિ એટલે બીજું કાંઈ નહિ પણ બાકીની તિથિઓ કરતાં તેનું ઘડપ્રમાણ અધિકહેવું છે. તે એટલું અધિક હેય કે–બીજે દિવસે પણ સૂર્યોદયમાં ડોકીયું કર્યા વિના તેનાથી રહી