________________
ગાથા ૮૯મી]
૧૦૧
(પ્ર૦)—ઘીની ઈચ્છાથી જે દુધ પૈસા આદિનુ પણ ગ્રહણ કરાય છે, તેથી ઉપરેાક્ત નિયમના ભંગના દોષ આવતા નથી. કારણુ કે—ઘીની ઇચ્છા દ્વારા તે દુધ વિગેરે ગ્રહણ કરે છે, તેથી દુધ વિગેરે લેવામાં પણ તે ઘીનેા જ અર્થિ કહેવાશે. કોઇ એને પૂછે કે આ દુધ અથવા પૈસા શા માટે લીધા ?” એ તુરત કહેશે કે-ઘી માટે.’ ઘીની ઇચ્છા હેાવાથી એ પુરૂષ તેવીજ વસ્તુ ગ્રહણ કરે છે કે જેનાથી પેાતાની ઇચ્છા સિદ્ધ થાય. અથવા વ્યવહારથી કારણમાં કાના ઉપચાર કરાય છે. દુધ, પૈસા વગેરે ઘીનુ કારણ છે. તેનું ગ્રહણ તે કરે છે, છતાં ઉપચારથી ઘીનું જ ગ્રહણ કરે છે એમ કહેવામાં જરાયે બાધ નથી. ॥૮॥
ગાથા ૯ મી : સ્પષ્ટીકરણ.
ઉપાક્ત ગાથામાં જે દ્વાર અને ઉપચાર આવ્યા તેનું દૃષ્ટાન્ત આપીને સ્પષ્ટીકરણ કરે છે–
जह सिद्धट्ठी दिक्खं, गिण्हतो तह य पत्थओ दारुं । नयतं कारणभावं, मोत्तणं संभवइ उभयं ||९||
( ૫૦ )—જેવી રીતે મેાક્ષની ઈચ્છા દ્વારા દીક્ષાને ગ્રહણુ કરતા મેાક્ષાર્થિ દીક્ષાર્થિ પણુ કહેવાય છે, કેમકે કાર્યની ઇચ્છાવાળા કારણુ સેવવાની ઈચ્છાવાળા પણ હોય જ. તેવીજ રીતે ઘીની ઇચ્છા દ્વારા ગ્રહણ કરાતા દુધ વિગેરેમાં પણ તેનું અસ્થિપણુ જાણવું. આ ‘દ્વારથી' અર્થિપણુ* સમજાવ્યું, ઉપચારથી અયપણું. આ પ્રમાણે છે— જેવી રીતે પાલીના અર્થિ લાકડુ ગ્રહણ કરે છે, તે લાકડુ પાલી બનાવવાનું સાધન છે, ઉપચારથી લેાકા એ લાકડાવાળા માણુસને પાલીવાળા પણ કહે છે; એ રીતે દુધ વિગેરે ઘીનાં સાધના છે, તેને ગ્રહણ કરતા પુરૂષ દીને ગ્રહણ કરે છે એમ કહી શકાય છે.